8 નવેમ્બર 2016 ના રોજ, જ્યારે પીએમ મોદીએ નોટબંધીની જાહેરાત કરી ત્યારે શેરીઓ અને મહોલ્લાઓમાં બધા ATMની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. લોકો પૈસા ઉપાડવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેતા હતા. જે લોકો તે દિવસે નોટો માટે લાંબી લાઈનોમાં ઉભા રહ્યા હશે તેઓ ATMનું મહત્વ સમજી ગયા હશે.
આજે, ડિજિટલ પેમેન્ટના યુગમાં ATMની જરૂરિયાત ઓછી થઈ હશે, પરંતુ જ્યારે ડિજિટલ યુગ નહોતો, ત્યારે ATM ખૂબ જ ઉપયોગી વસ્તુ હતી. તમે વિચારતા હશો કે આજે આપણે તેનો ઉલ્લેખ કેમ કરી રહ્યા છીએ. ખરેખર, આ દિવસે જ દુનિયાને પહેલું ATM મળ્યું. ચાલો જાણીએ તેની શોધની વાર્તા.
દુનિયાનું પ્રથમ ATM ક્યારે શરૂ થયું?
દુનિયાનું પહેલું ATM 27 જૂન 1967 ના રોજ લંડનના એનફિલ્ડ વિસ્તારમાં શરૂ થયું હતું. આજે તેને 58 વર્ષ પૂર્ણ થયા છે. દુનિયાનું આ પહેલું ATM બાર્કલેઝ બેંકની શાખાની બહાર સ્થાપિત કરવામાં આવ્યું હતું. આજે લોકો ATMનો ઉપયોગ નિર્ભયતાથી કરી શકે છે, પરંતુ તે સમયે જ્યારે લોકોએ મશીનને પહેલીવાર નોટો ફેંકતા જોયું ત્યારે દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ. તે સમયે બ્રિટિશ એક્ટર રેગ વર્નીએ વિશ્વના આ પહેલા ATMમાંથી પૈસા ઉપાડ્યા હતા. આજે તેનું નેટવર્ક આખી દુનિયામાં ફેલાયેલું છે.
કેવી રીતે આઈડિયા આવ્યો ATM
આ મશીનનો આવિષ્કાર જોન શેફર્ડ-બૈરોન કર્યો હતો એવું માનવામાં આવે છે. કહેવાય છે કે બૈરોને ATMનો આવિષ્કાર એટલા માટે કરવામાં આવ્યો હતો કારણ કે, જ્યારે પણ બેંકમાં પૈસા નીકાળવા માટે જતા તો ઘણી લાંબી લાઈનો હતી. તેમણે કલાકો સુધી લાઈનોમાં ઉભું રહેવું પડતું હતું. ઘણી વાર શનિવારે બેંક બંધ હોય તો પૈસા નીકાળવામાં તકલીફ પડતી હતી, એટલા માટે જ આ મશીનને બનાવાનો આઈડિયા આવ્યો. સાંજે જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તે સમયે તેમને આઈડિયા આવ્યો કે જો ચોકલેટ વેન્ડિંગ મશીનથી ચોકલેટ નીકળી શકે તો કેમ ને એવી મશીન બનાવું જે પૈસા આપી શકે. હવે તો લંડનામાં લાગેલું સૌથી પહેલું ATM મશીન અત્યારે ઘણું બદલાય ગયું છે. બારક્લેજ બેંકની બ્રાંન્ચમાં આ ATMને 50 વર્ષ પુરા થયાના ખાસ સમયે તેને 2017માં સોનાનું બનાવામાં આવ્યું હતું.
ભારતમાં ક્યારે આવ્યું ATM
છેલ્લા પાંચ વર્ષથી તેમાં ટેકનિકલ ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જે હજુ પણ ચાલુ છે. ભારતમાં પ્રથમ ATM વિશે વાત કરીએ તો, અહીં પહેલું ATM 1987 માં શરૂ થયું હતું. મુંબઈમાં, HSBC એટલે કે હોંગકોંગ અને શાંઘાઈ બેંક કોર્પોરેશને મુંબઈની એક શાખામાં એક ATM મશીન સ્થાપિત કર્યું હતું. RBI અનુસાર સપ્ટેમ્બર 2020 સુધી દેશમાં 2,34,244 મશીનો સ્થાપિત કરવામાં આવ્યા હતા. જોન શેફર્ડે અગાઉ આ ATM મશીનનો પિન છ અંકનો રાખ્યો હતો, પરંતુ એવું કહેવાય છે કે તેમની પત્નીને તે યાદ રાખવામાં મુશ્કેલી પડી રહી હતી, તેથી તેમણે તેને 4 અંકમાં બદલી નાખ્યો.