ઈરાન અને ઈઝરાયલ યુદ્ધમાં હવે અમેરિકા કૂદી પડ્યું છે, સાથે સાથે તેલની કિંમતો પણ આકાશે પહોંચી છે. કાચા તેલની કિંમત 81 ડોલર પ્રતિ બૈરલ થઈ ગઈ છે. જો કે ભારતના લોકો માટે રાહતની ખબર એ છે કે, અહીંયા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ અસર થઈ નથી.


અમેરિકાએ ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો અને તે ઠેકાણાઓનો નાશ કર્યો. પરંતુ ઈરાન પાસે તેનું સૌથી મોટું હથિયાર હોર્મુર્જ સ્ટ્રેટ એટલે કે સમુદ્રી ગલિયારો છે. જો ઈરાને તેને બંધ કરી દીધું તો સાઉદી અરબ અને યૂએઈ સહિત ઘણા દેશોમાં કાચ્ચું તેલ અને ગેસની માગ વધી જશે.

કયા દેશો મંગાવે છે તેલ?

ઈરાન અને ઈઝરાયલના યુદ્ધ વચ્ચે મહત્વપૂર્ણ વ્યાપાર માર્ગ હોમુર્જ ઝલડમરૂ મધ્યતી પ્રભાવિત થઈ રહ્યો છે. તે એક જરૂરી રસ્તો છે જ્યાંથી જહાજમાંથી તેલ જાય છે. ભલે જહાજ બીજો રસ્તો નીકાળી દે છે પરંતુ તેનાથી કાચા તેલની કિંમત વધશે સાથે સાથે મોંઘવારી પણ વધશે. તેમજ પશ્ચિમ એશિયામાં તણાવ વધાથી ભારતના તેલ વ્યાપાર પર પણ અસર પડશે. ભારત સિવાય ચીન, અમેરિકા, ઈરાક, જોર્ડન. લેબનાન, સીરિયા, યમન, કુવૈત, યૂએઈ, વેનેજુએલા જેવા દેશ પમ સામેલ છે. તેમાંથી ચીન સૌતી મોટો ઈરાની તેલનો આયાતાકાર છે.

ભારત કેટલું આયાત કરે છે?

માર્ચ 2025ની એક રિપોર્ટ મુજબ, ચીન રોજનું લગભગ 18 લાખ બૈરલ ઈરાની તેલ ખરીદે છે. જો ભારતની વાત કરીએ તો આપણે હજુ ઈરાન, સાઉદી અરબ અને યુએઈ સહિત અન્ય દેશોના લગભગ 40 ફીસદી કાચું તેલ આયાત કરીએ છીએ. ભારત દુનિયાનો સૌથી વધારે તેલ આયાત કરતો દેશ છે, જે પોતાના જરૂરિયાતના હિસાબથી લગભગ 90 ફીસદી તેલ બીજા દેશોથી મંગાવે છે. આપણા દેશમાં લગભગ રોજ 51 લાખ બૈરલ ક્રૂડ ઓઈલ આવે છે.

કેટલું નુકાસાન થઈ શકે છે?

જો હોર્મુજ બંધ થયું તો ચીન અને ઈરાન બંનેને ભારે નુકાસાન થશે, ઈરાન ત્રીજો એવો દેશ છે જે સૌયતી વધારે તેલનું ઉત્પાદન કરે છે. જે લગભગ રોજ 3.3 મિલિયન બૈરલ ઉત્પાદન કરે છે. તેમજ તેમાંથી તે 1.84 મિલિયન બીપીડી એટલે કે અડધાથી વધારે તેની પાસેથી ચીન આયાત કરે છે, આવામાં ચીન અને ઈરાન બંનેને નુકસાન થઈ શકે છે.


  • Follow us on: