ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ વધી રહ્યું છે. બંને દેશો બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોનની મદદથી એકબીજાના મુખ્ય શહેરોને નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે બંને દેશોમાં વિનાશ સર્જાઈ રહ્યો છે. મધ્ય પૂર્વના બે કટ્ટરપંથી દેશો વચ્ચેના આ યુદ્ધનું કારણ પરમાણુ શસ્ત્રો છે.


ઇઝરાયલ એક પરમાણુ હથિયારોથી સમૃદ્ધ દેશ છે, જ્યારે ઇરાન લાંબા સમયથી પરમાણુ ક્ષમતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઇઝરાયલ માને છે કે જો ઇરાન પરમાણુ બોમ્બ બનાવે છે, તો યહૂદીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાશે. જ્યારે ઇઝરાયલે 13 જૂને ઇરાન પર હુમલો કર્યો ત્યારે પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

અત્યાર સુધી પરમાણુ બોમ્બ કેમ બનાવી શક્યું નથી?

જોકે, વિચારવા જેવી વાત એ છે કે ઈરાન 1950 થી પરમાણુ બોમ્બ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેની પાસે પરમાણુ બોમ્બ બનાવવાની ટેકનોલોજી પણ છે. સવાલ એ ઊભો થાય છે કે ઈરાન અત્યાર સુધી પરમાણુ બોમ્બ કેમ બનાવી શક્યું નથી? ઈરાન પરમાણુ બોમ્બ ન બનાવી શક્યું તેનું સૌથી મોટું કારણ ઇઝરાયલ અને પશ્ચિમી દેશો છે, જેઓ નથી ઇચ્છતા કે 10મો પરમાણુ શક્તિ ધરાવતો દેશ અસ્તિત્વમાં આવે અને એક નવો ખતરો ઉભો થાય. નોંધનીય છે કે અત્યાર સુધી ફક્ત 9 દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે.

ઈરાન પરમાણુ હથિયારો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું

ઈરાન ઘણા સમયથી ખૂબ જ ગુપ્ત રીતે પરમાણુ હથિયારો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેને આમાં પાકિસ્તાન અને ઉત્તર કોરિયાની પણ મદદ મળી. પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાને પણ ગેરકાયદેસર રીતે ઈરાનને પરમાણુ ટેકનોલોજી વેચી હતી. પરમાણુ ટેકનોલોજી પ્રાપ્ત કર્યા પછી, ઈરાને પ્રોજેક્ટ અમાદ શરૂ કર્યો, જેનો ઉદ્દેશ્ય 2004 સુધીમાં પાંચ પરમાણુ હથિયારો બનાવવાનો હતો. જો કે, 2002 માં, બળવાખોર જૂથ નેશનલ કાઉન્સિલ ઓફ રેઝિસ્ટન્સે આ પ્રોજેક્ટનો પર્દાફાશ કર્યો અને 2003 માં ઈરાને સત્તાવાર રીતે આ સ્વીકાર્યું, ત્યારબાદ આ પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવ્યો.

ઈરાનના પરમાણુ બનાવવાના પ્રોજેક્ટ થયા ફેલ

ઈરાને 2013 માં ફરી એકવાર પરમાણુબોમ્બ બનાવવાનો પ્રયાસ કર્યો. પશ્ચિમી દેશોને આ વાતની ખબર પડી. આ પછી, 2015 માં અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ ઈરાનને પરમાણુ કરાર પર હસ્તાક્ષર કરવા દબાણ કર્યું અને ફરી એકવાર ઈરાનનું સ્વપ્ન અધૂરું રહ્યું. જોકે, ઈરાને ગુપ્ત કાર્યક્રમ દ્વારા પરમાણુ બોમ્બ બનાવવાના પ્રયાસો ચાલુ રાખ્યા. 2018 માં, મોસાદે ઈરાનની કેટલીક ફાઇલો વિશ્વ સમક્ષ રજૂ કરી, જેમાં સ્પષ્ટ થયું કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે. આ ખુલાસા પછી, અમેરિકાએ ઈરાન સાથેના પરમાણુ કરારથી પોતાને અલગ કરી દીધા.

2020 માં, ઇઝરાયલી ગુપ્તચર એજન્સી મોસાદે એક ગુપ્ત ઓપરેશન દ્વારા ઈરાનના પરમાણુ કાર્યક્રમનું નેતૃત્વ કરી રહેલા પરમાણુ વૈજ્ઞાનિક મોહસેન ફખરઝાદેહની હત્યા કરી હતી, ત્યારબાદ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ફરી એકવાર સ્થગિત થઈ ગયો હતો. જોકે, ઇઝરાયલે 2021 માં ફખરઝાદેહની હત્યાની કબૂલાત કરી હતી.


  • Follow us on: