આજકાલ અમેરિકાનું અલાસ્કા આખી દુનિયામાં સમાચારમાં છે. કારણ પણ ખાસ છે, હકીકતમાં, 15 ઓગસ્ટે અહીં એક મોટી બેઠક થવા જઈ રહી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામસામે બેસીને યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા અંગે ચર્ચા કરશે. પરંતુ તમે જાણો છો કે અલાસ્કા ફક્ત આ બેઠકને કારણે જ નહીં પરંતુ તેના અનોખા ઇતિહાસ માટે પણ ફેમસ છે. અલાસ્કા એક સમયે રશિયાનો ભાગ હતો.


અલાસ્કામાં રશિયાનો સારો વ્યવસાય અને શાસન

અલાસ્કાના ઠંડા, બરફીલા અને સુંદર પર્વતો આજે અમેરિકાનો એક જરૂરી ભાગ છે. તે એક સમયે રશિયાનો હતો. અલાસ્કામાં રશિયાનો સારો વ્યવસાય અને શાસન હતું. પરંતુ પછી 19મી સદી આવી અને અલાસ્કામાં પરિસ્થિતિ બદલાવા લાગી. રશિયાએ આ તે વિસ્તારને નફાકારક બનાવવાને બદલે ખોટ કરતો સોદો હોય તેવું માનવા માંડ્યો હતો. તેનું કારણ એ હતું કે રશિયન સામ્રાજ્યને બ્રિટન, ફ્રાન્સ અને ઓટ્ટોમન સામ્રાજ્ય સામે ક્રિમિઅન યુદ્ધમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

યુદ્ધમાં હાર બાદ, રશિયા માટે અલાસ્કાનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બન્યો. બીજી તરફ, બ્રિટન પેસિફિક મહાસાગરમાં ઘણા ટાપુઓ અને દેશો પર કબજો કરી રહ્યું હતું. આ કારણે, રશિયાને ડર હતો કે અલાસ્કા પણ તેના હાથમાંથી સરકી જશે.

અલાસ્કા પરની પકડ કરી ઢીલી

આવા વાતાવરણમાં રશિયાએ ધીમે ધીમે અલાસ્કા પરની પકડ ઢીલી કરી દીધી હતી અને પછી આખરે એ દિવસ આવ્યો જ્યારે રશિયાએ 1867માં અલાસ્કાને અમેરિકાને વેચવાનો નિર્ણય લીધો. રશિયાએ આ ખૂબ જ સુંદર સ્થળ અલાસ્કાને માત્ર 63 કરોડ રૂપિયામાં વેચી દીધું.

અલાસ્કામાં તેલ, સોનું મળવા લાગ્યું

તે સમય દરમિયાન રશિયા કે અમેરિકા બંનેમાંથી કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ ઉજ્જડ જમીન ભવિષ્યમાં અમેરિકાને સમૃદ્ધ બનાવશે. સમય જતાં, અલાસ્કામાં તેલ, સોનું અને અન્ય કિંમતી કુદરતી સંસાધનો મળવા લાગ્યા. આ કારણથી આ સ્થળને ઘણો ફાયદો થયો હતો.

રશિયા પાસે તેને પાછી લેવાનો કોઈ આધાર છે?

હવે સવાલ એ છે કે શું રશિયા તેને પાછું લઈ શકે છે? તો જવાબ છે ના, 1969ની આ સંધિ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ માન્ય છે અને હવે અલાસ્કા સંપૂર્ણપણે અમેરિકાનો ભાગ બની ગયું છે. રશિયા પાસે આ જગ્યા પાછી લેવાનો કોઈ વ્યૂહાત્મક કે કાનૂની આધાર નથી. રશિયાએ પણ પોતાની ઈચ્છા મુજબ આ જમીન વેચી દીધી હતી, હવે રશિયા પાસે કોઈ જ આધાર બચ્યો નથી તેને પાછો લેવાનો.


  • Follow us on: