ટિમ કુક તેમના નામના કારણે ચર્ચાનો વિષય બન્યા છે. તેમનું સાચુ નામ ટિમોથી ડોનાલ્ડ કુક છે.
નામ માત્ર શબ્દ નહી પાવર છે
Appleના CEO ટિમ કુકે પોતાના પદને છોડ્યુ છે. તેઓએ એપલ કોમ્યુનિટીના નામ લખેલા પત્રમાં પોતાની વાત કહી છે. તેઓએ લખ્યુ છે કે, આ અલવિદા નથી. તેઓ કંપનીમાં પોતાની યાત્રા દરમિયાન નવુ પગલું લેવા જઇ રહ્યા છે. અને આ પરિવર્તન 1 સપ્ટેમ્બરથી લાગૂ કરાશે. ટિમ કુક વિશે ઘણા ઓછા લોકો જાણે છે કે, તેઓનું આખુ નામ ટિમોથી ડોનાલ્ડ કુક છે. અમેરિકાના રાખવામાં આવેલા નામોમાં 'ડોનાલ્ડ' શબ્દને જોડવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પનુ પુર્ણ નામ ડોનાલ્ડ જોન ટ્ર્મ્પ છે.
શું છે 'ડોનાલ્ડ' શબ્દની કહાની ?
'ડોનાલ્ડ' શબ્દની ઉત્પત્તિ સ્કોટિશ ભાષામાંથી થઇ છે. તેનો અર્થ એ થાય છે, 'વર્લ્ડ લીડર' એટલે કે 'વિશ્વ નેતા'. સ્કોટિશ ઇતિહાસમાં જોઇએ તો, 'ડોનાલ્ડ' શબ્દનું ખૂબ મહત્ત્વ છે. તેનો ઇતિહાસ પ્રારંભિક મધ્યયુગીનકાળ સાથે જોડાયેલો છે. તે કાળમાં સ્કોટલેન્ડના શક્તિશાળી અને શાસકોના પરિવારમાં આ નામ પ્રચલિત હતુ. આ નામને લોકપ્રિય કરવા માટેનું શ્રેય એ જ શક્તિશાળી પરિવારોને અપાય છે. આ શબ્દનો અર્થ શક્તિશાળી વ્યક્તિઓ સાથે જોડાયુ હોવાથી તે પ્રખ્યાત થયુ છે.
ઐતિહાસિક મહત્વથી લોકપ્રિયતામાં વધારો
સ્કોટલેન્ડના શરુઆતી ઇતિહાસસમાં ડોનાલ્ડ પ્રથમ, જેઓએ ડોમનલ મૈક એલ્પિનના નામે પણ ઓળખવામાં આવે છે. 9મી શતાબ્દીમાં સ્કોલેન્ડના શરૂઆતી રાજાઓમાંથી એક બન્યા હતા. તેઓએ રાજ્યને મજબૂત અને સ્કોટિશ રાજાશાહીની સ્થાપનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા સ્કોટલેન્ડના પ્રારંભિક ઇતિહાસમાં, ડોનાલ્ડ I, જેને ડોમનલ મેક એઇલપિન તરીકે પણ ઓળખવામાં આવે છે. ડોનાલ્ડ નામના આ ઐતિહાસિક મહત્વથી તેની લોકપ્રિયતામાં વધારો થયો હતો.
કોણ છે ટિમ કૂક ?
CEO ટિમ કૂક 1998 માં Apple માં જોડાયા. તેઓ 2011 માં CEO બન્યા, અને તેમના નેતૃત્વ હેઠળ, કંપનીએ ઇતિહાસ રચ્યો. કૂકના કાર્યકાળ દરમિયાન Apple એ પાંચ મુખ્ય સેવાઓ શરૂ કરી. આમાં એપલ વોચ, એરપોડ્સ, વિઝન પ્રો, એરટેગ્સ અને એપલ મ્યુઝિકનો સમાવેશ થાય છે. કૂક ઓગસ્ટ સુધી સીઈઓ તરીકે સેવા આપવાનું ચાલુ રાખશે. એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા પછી, તેઓ વૈશ્વિક નીતિ નિર્માતાઓ સાથે જોડાશે અને કંપનીના અન્ય પાસાઓનું નિરીક્ષણ કરશે.
આ પણ વાંચોઃ હંગેરીના નવા પીએમ પીટર મેગયાર એક્શન મોડમાં, નેતન્યાહૂને આપી સીધી ધમકી, જાણો શું કહ્યુ?
