ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂને પણ આડકતરી રીતે ધમકી આપવામાં આવી હતી.
પીટર મેગયારનો નેતન્યાહૂ તરફ ઇશારો
હંગેરીના નવનિયુક્ત પીએમ પીટર મેગયારે જણાવ્યુ હતુ કે, જો ICC તરફથી વોન્ટેડ નેતા હંગેરીમાં પ્રવેશ કરે છે તો તેમની પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અને તેમની ધરપકડ કરવામાં આવશે. તેઓએ ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ તરફ ઇશારો કર્યો છે. અને આ નિયમ તેમના પર પણ લાગૂ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. પીટર મેગયાર 12 એપ્રિલના રોજ પીએમ વિકટર ઓર્બનને હરાવ્યુ હતુ. પીટર મેગયાર હવે 9 મેના રોજ સત્તા સંભાળશે.
ગુનેગારો પર એક્શન લેવુ જરુરીઃ પીટર મેગયાર
આ વલણ હંગેરીના ભૂતપૂર્વ પીએમ ઓર્બનની નીતિથી અલગ છે. ઓર્બને પહેલા ICCના વોરંટને માનવાથી ઇનકાર કર્યો હતો. અને 2025માં નેતન્યાહૂની યાત્રા દરમિયાન હંગેરીને ICCમાંથી બહાર નિકળવાની પ્રક્રિયા પણ શરુ કરી દીધી હતી. પરંતુ યુરોપ સમર્થક નેતા પીટર મેગયારે કહ્યુ હતુ કે, તેમની સરકાર આ પ્રક્રિયાને રોકી શકે છે. જેના કારણે હંગેરી ICCનું સભ્ય બની રહેશે. અને તેના નિયમોનું પાલન કરશે. પીટર મેગયારે જણાવ્યુ હતુ કે, ICC સભ્ય દેશોની જવાબદારી છે કે, તેઓ ગુનેગારો પર એક્શન લે.
બેન્જામિન નેતન્યાહૂ પર કયા આરોપ ?
ICCએ નવેમ્બર 2024માં નેતન્યાહૂ અને ઇઝરાયલના ભૂતપૂર્વ રક્ષામંત્રી યોવ ગૈલેન્ટ વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કરાયુ હતુ. આ વોરંટ ગાઝા વોર દરમિયાન અપરાધ અને માનવતા વિરુદ્ધ ગુનાઓ સાથે જોડાયેલો છે. આ કેસ 7 ઓક્ટોબર 2023ના હમાસ હુમલાઓ બાદ શરુ થયેલી ઇઝરાયલી સૈન્ય કાર્રવાઇ સાથે જોડાયેલો છે. ICCનો આરોપ છે કે, યુદ્ધ દરમિયાન ભૂખને હથિયારની જેમ ઉપયોગ કરાયો હતો.
ICC વોરંટ પર કેટલાક દેશોમાં મતભેદ
વિશ્વના દેશોમાં ICC વોરંટ મામલે મતભેદ છે. બેલ્જિયમ, કેનેડા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશ ICCના આદેશને માનવાની વાત કરી ચુક્યા છે. તો આ તરફ, આર્જેન્ટીન અને પોલેન્ડ઼ જેવા દેશે તેને લાગૂ કરવુ જોઇએ નહી. ફ્રાન્સ અને ઇટલીએ કહ્યુ છે કે, જે દેશ સભ્ય નથી તે નેતાઓને થોડી રાહત મળે છે. જેનો આધાર ICCનો આર્ટિકલ 98 છે. એટલે નેતન્યાહૂની ધરપકડનો નિર્ણય દરેક દેશ પોતાના કાયદા અને રાજનીતિના આધારે કરશે.
આ પણ વાંચોઃ India Europe relations visit: PM Modi આવતા મહિને યુરોપના પ્રવાસે, ચાર દિવસની લેશે મુલાકાત













