કહેવાય છે એક તસવીર બજાર શબ્દોના બરાબર હોય છે, ઈમોજીના મામલામાં આવું જ છે. આ ઈમોજી માણસના મૂડ અને પસંદ-નાપસંદ માટે ઘણું બધું કહી દે છે. આ એક એં આઈકોન છે જે ફિલીંગ, ઈમોશન અને જતાવે છે. આજની યુવા પેઢીની તો આ ભાષા બની ગઈ છે. 17 જુલાઈએ ઈમોજી દિવસ ઉજવવામાં આવે છે. જેને World Emoji Day કહેવામાં આવે છે.


એક જાપાની માણસે ઈમોજીને બનાવ્યું હતું, જેનું નામ શિગોતાકા કુરીતા છે. રસપ્રદ વાત એ છે કે, શિગોતાકા કુરીતા માત્ર 25 વર્ષની ઉંમરે ઈમોજીને ક્રિએટ કર્યું હતું. તેમણે પહેલી વાર 1999માં 176 ઈમોજીના સેટ તૈયાર કર્યા હતા. તે સેટે ઈતિહાસ રચી દીધો હતો. તેને ન્યૂયોર્કના મ્યૂઝિયમ ઓફ મોર્ડન આર્ટમાં પરમેનેટ ક્લેક્શન સ્વરૂપથી રાખવામાં આયું છે.

શબ્દોની દુનિયામાં ઈમોજીની જરૂર કેમ પડી?

શિગોતાકા કુરીતાની એક ખાસ વાત એ છે કે તેમણે એન્જિનિયરિંગ પણ કરી નથી અને કોઈ ડિઝાઈનિંગમાં પણ ડિગ્રી હાંસિલ કરી નથી. અર્થશાસ્ત્રની ભણતા શિગોતાકા કુરીતા મોબાઈલ ઈન્ટરનેટ સર્વિસ કંપનીમાં કામ કરતો હતો. શરૂઆતના સમયે મેસેજ મોકલવવામાં શબ્દોની સંખ્યા મર્યોદિત હતી, ત્યારપછી તેમણે આ આઈડિયા આવ્યો હતો.

શિગોતાકા કુરીતાને લાગ્યું જો શબ્દોના બદલે કોઈ ખાસ આઈકોન મોકલવવામાં આવે તો આપણી વાત ત્યાં જ પૂરી થઈ શકશે. તેમજ કોઈ પણ વાતને ઈમોશન સાથે પણ કહી શકાશે. તે ધ્યાનમાં રાખીને તેમણે ઈમેલમાં ઈમોજી શબ્દનો ઉપયોગ કર્યો હતો. પહેલી વાર 176 ઈમોજીનો સેટ તૈયાર કર્યો હતો. તેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું.

ઓક્સફર્ડ ડિક્શનરીમાં ઇમોજી શબ્દ ઉમેરાયો

2013માં ઇમોજીની લોકપ્રિયતા એ વાત પરથી સમજી શકાય છે કે ઓક્સફોર્ડ ડિક્શનરીએ પોતાના શબ્દકોશમાં ઇમોજી શબ્દનો સમાવેશ કરવો પડ્યો હતો. 2015માં તેને વર્ષનો શબ્દ જાહેર કરવામાં આવ્યો. ધીમે ધીમે, ઇમોજીને નિયંત્રિત કરવા માટે એક સંસ્થા પણ બનાવવામાં આવી. તેનું નામ યુનિકોડ કન્સોર્ટિયમ છે.

કયું નવું ઇમોજી જન્મશે, તે કેવું હશે અને તેના પ્રસ્તાવને લીલી ઝંડી આપવી કે નહીં, આ બધું કામ યુનિકોર્ડ કન્સોર્ટિયમ દ્વારા કરવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ નવું ઇમોજી બનાવવાનો પ્રસ્તાવ આપી શકે છે, પરંતુ આ અંગેનો નિર્ણય કન્સોર્ટિયમ દ્વારા લેવામાં આવે છે. આ એક બિન-લાભકારી સંસ્થા છે. ગૂગલ, એપલ, આઇબીએમ જેવી વિશ્વની ઘણી મોટી કંપનીઓ તેના સભ્યો છે. કન્સોર્ટિયમ કહે છે કે દર વર્ષે નવા ઇમોજી માટે હજારો અરજીઓ મળે છે.

આનંદના આંસુ સાથેનો ચહેરો વર્ષોથી સૌથી લોકપ્રિય ઇમોજી

આજે પણ, આનંદના આંસુવાળો ચહેરો ઇમોજી લોકપ્રિયતામાં ટોપ પર છે. WhatsApp, Instagram સહિત સોશિયલ મીડિયા દ્વારા દરરોજ 10 અબજથી વધુ ઇમોજી એકબીજાને મોકલવામાં આવે છે. એક ઇમોજી અલગ અલગ પ્લેટફોર્મ પર થોડો અલગ દેખાઈ શકે છે. તે તે પ્લેટફોર્મની સામગ્રીની ડિઝાઇન પર આધાર રાખે છે.

કયા દેશમાં ઇમોજી પર પ્રતિબંધ અને સજા કરવામાં આવી હતી?

એવું નથી કે બધાને ઇમોજી ગમે છે. દુનિયામાં ઘણા દેશોએ ચોક્કસ પ્રકારના ઇમોજી પર પ્રતિબંધ મૂક્યો છે. સાઉદી અરેબિયાની સરકારે LGBTQ+ ઇમોજી પર પ્રતિબંધ મૂક્યો છે. અહીં, કોઈને હાર્ટ ઇમોજી મોકલવાથી 3 થી 5 વર્ષની જેલ થઈ શકે છે.

ઈરાનમાં પ્રેમ, કીસ, LGBTQ+, ડાન્સ અથવા પશ્ચિમી સંસ્કૃતિ સાથે સંબંધિત ઇમોજી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, રશિયામાં LGBTQ+ સાથે સંબંધિત ઇમોજી અને કન્ટેન્ટ પર પણ પ્રતિબંધ છે.


  • Follow us on: