આજના સમયમાં ક્રેડિટ કાર્ડ માત્ર શોપિંગ અથવા ઓનલાઇન પેમેન્ટનો સોર્સ જ નથી, પરંતુ આ એક પ્રકારે ફાયનાન્સિયલ સિક્યોરિટી પણ આપે છે. અચાનક રૂપિયાની જરૂરત હોય અથવા કોઇ મોટા ખર્ચાનુ પ્લાનિંગ કરવું હોય. એવામાં ક્રેડિટ કાર્ડ ખૂબજ કામ આવે છે. લોકો માને છે કે ક્રેડિટ કાર્ડ માટે બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી છે, પરંતુ શું સાચે એવું હોય છે?જવાબ છે-ના......


બેંક ખાતા વગર પણ કાર્ડ મળી શકે

જો તમારી પાસે બેંક ખાતું નથી અને તમે ક્રેડિટ કાર્ડ મેળવવા માંગો છો, તો એ શક્ય છે. જો કે એ થોડું મુશ્કેલ જરૂર છે, પણ અશક્ય નથી. કેટલીક ખાનગી નાણાકીય કંપનીઓ અને NBFCs (Non-Banking Financial Companies) આવા ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરાવે છે, જે સીધા બેંક ખાતા સાથે લિંક થયેલ નથી. એટલે કે, તમે બેંક ખાતા વગર પણ ક્રેડિટ કાર્ડનો લાભ લઈ શકો છો.

શૂં ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે?

બેંક ખાતા વગરના ક્રેડિટ કાર્ડ મેળવવા માટે તમારે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો જમા કરાવવા પડે છે. તેમાં આવકનો સ્ટેટમેન્ટ, પેન કાર્ડ, આધાર કાર્ડ અને કેટલાક કેસમાં આવકનું પ્રમાણપત્ર (ઇન્કમ સર્ટિફિકેટ) શામેલ હોય છે. આ દસ્તાવેજોના આધારે તમારી યોગ્યતા નક્કી થાય છે અને ત્યારબાદ કાર્ડ આપવામાં આવે છે.

શું છે ફાયદા?

આ પ્રકારનું ક્રેડિટ કાર્ડ તમને નાણાકીય ફ્લેક્સિબિલિટી આપે છે. આથી તમે ધીરે ધીરે તમારી ક્રેડિટ હિસ્ટ્રી બનાવી શકો છો, જે ભવિષ્યમાં બેંકમાંથી લોન કે અન્ય કોઈ ક્રેડિટ કાર્ડ મેળવવામાં મદદરૂપ થશે. એટલે કે જો હજુ તમારા પાસે બેંક ખાતું નથી, તો પણ તમે તમારી નાણાકીય જર્ની શરૂ કરી શકો છો.

કઇ બાબતોનું ધ્યાન રાખવું?

બેંક ખાતા વગરનું ક્રેડિટ કાર્ડ લેતી વખતે સાવચેત રહેવું જરૂરી છે. કાર્ડ આપતી કંપની વિશ્વસનીયછે કે નહીં એ ચકાસો. સાથે જ જુઓ કે ક્યાંક છુપાયેલા ચાર્જ (hidden charges) કે વધારે વ્યાજ દર તો નથી. કાર્ડની લિમિટ અને ચુકવણીની શરતો સારી રીતે સમજવી જોઈએ જેથી સમયસર ચૂકવણી કરી શકાય અને તમારું ક્રેડિટ સ્કોર ખરાબ ન થાય.


  • Follow us on: