સામાન્ય રીતે લોકો રાત્રે સૂતી વખતે તેમના ફોનને સાઈલન્સ કરી દે છે, જેથી તેઓ વારંવાર ફોનથી હેરાન ન થાય. પરંતુ આ પદ્ધતિ શાંતિપૂર્ણ ઊંઘ મેળવવા માટે સારી છે, પરંતુ જો કોઈ વ્યક્તિને ઈમરજન્સી હોય અને તમારી જરૂર હોય તો શું?


જો તેઓ વારંવાર ફોન કરે તો પણ તમને ખ્યાલ પણ ન આવે કે તમારા ફોન પર કોલ આવી રહ્યો છે. તેનાથી ઘણું નુકસાન પણ સહન કરવું પડી શકે છે. તમારા ફોનમાં આ સેટિંગ્સ કરવાનું જેથી કરીને તમારે તમારી આ આદતને કારણે કોઈ પ્રિય વ્યક્તિના જીવનનું નુકસાન સહન ન કરવું પડે.

આ સેટિંગ સાથે, તમારો ફોન સાયલન્ટ હોવા પર પણ રિંગ કરશે, સૌથી સારી વાત એ છે કે આ ટ્રિક બધા નંબરો પર નહીં પરંતુ તમે પસંદ કરેલા કોન્ટેક્ટ પર જ કામ કરશે.

તમારા નજીકના સંબંધીઓના નંબર પર કરો આ સેટિંગ

આ સેટિંગ્સ બનાવો જેથી મહત્વપૂર્ણ કોલ મિસ ન થાય - તમે તમારા પસંદ કરેલા નંબરો પર ઈમરજન્સી બાયપાસ સેટ કરો. આઈફોનમાં તમે આ સુવિધા સરળતાથી મેળવી શકો છો. પરંતુ એન્ડ્રોઈડમાં તમારે થર્ડ પાર્ટી એપ્લીકેશનથી ઈન્સ્ટોલ કરવું પડશે.

ફોલો કરો આ સ્ટેપ્સ

તમારે તેને સેટઅપ કરવા માટે વધારે કરવાની જરૂર નથી, ફક્ત તમારા ફોનમાં સેવ કરેલા કોન્ટેક્ટ પર જાઓ. કોન્ટેક્ટ પર ગયા પછી એડિટ ઓપ્શન પર ક્લિક કરો. અહીં થોડું નીચે સ્ક્રોલ કરો અને રિંગ ટોન વિકલ્પ પર ક્લિક કરો. હવે તમે જે ઈમરજન્સી બાયપાસ ઓપ્સન જુઓ છો તેના પર ક્લિક કરો, તેને ચાલુ કરો. જો તમારો ફોન આ સેટિંગ સાથે સાયલન્ટ હોય, તો પણ જ્યારે આ પસંદ કરેલા નંબરો પરથી કોલ આવશે ત્યારે તે રિંગ કરશે.

હાલમાં તમને આ સુવિધા ફક્ત iPhoneમાં જ મળી રહી છે, જો એન્ડ્રોઈડ યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરવા માંગતા હોય તો તેમણે કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશનની મદદ લેવી પડશે.

  • Follow us on: