- ગરમીમાં ખીરા કાકડીનું રાયતું કરી લો ટ્રાય
- ફ્રૂટ્સના શોખીનો મિક્સ ફ્રૂટ્સ રાયતું બનાવી શકે છે
- કોળાનું રાયતું પણ ટેસ્ટ અને હેલ્થ માટે રહે છે લાભદાયી
ગરમીનો પારો દિવસે ને દિવસે ઉગ્ર રૂપ લઈ રહ્યો છે. આ સાથે જ લોકોમાં બીમારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ સમયે જો તમે તમારા ડેઈલી ડાયટમાં કેટલાક નાના ફેરફાર લાવો છો તો તમે ગરમીથી બચી શકો છો. તેમાં પણ ખાસ કરીને નાની વાતોમાં ધ્યાન રાખી લેવાથી હેલ્થ સારી રહે છે. આ માટે તમે આહારમાં દહીંનું પ્રમાણ વધારો તે જરૂરી છે. દહીંને ડાયટમાં સામેલ કરવા માટે તમે તેને એકલું જ ખાઈ શકો છો, રાયતું બનાવી શકો છો, લસ્સી કે છાશના રૂપમાં પણ પ્રયોગ કરી શકો છો. તેનાથી તમને ગરમીમાં ઠંડકનો અહેસાસ થાય છે. તો આજે વાત કરીશું કેટલાક ખાસ રાયતાની રેસિપિની.
ખીરા કાકડીનું રાયતું કરો ટ્રાય
ગરમીના દિવસોમાં સામાન્ય રીતે બૂંદીનું રાયતું બને છે. પણ ખીરા કાકડી પણ પાણીથી ભરપૂર હોય છે અને ગરમીમાં લાભદાયી રહે છે. તેનું રાયતું તમે ટ્વિસ્ટની સાથે વધારે હેલ્ધી અને ટેસ્ટી બનાવી શકો છો. તેમા તમે ફૂદીનાના પાનને પણ બારીક સુધારીને નાંખી શકો છો. આ પછી જીરું પાવડર, સિંધવ મીઠું અને થોડી ખાંડ મિક્સ કરો. તમે તેને ઠંડું કરીને જમવાની સાથે પીરસો છો તો તે સ્વાદિષ્ટ લાગે છે અને હેલ્થને ઠંડક આપે છે.
મિક્સ ફ્રૂટ્સ રાયતું
ગરમીની સીઝનમાં અનેક ફળને મિક્સ કરીને રાયતું તૈયાર કરી શકાય છે. સૌથી પહેલા 3-4 પ્રકારના ફળના ટુકડા કરો. હવે દહીંને એક બાઉલમાં સારી રીતે ફેંટી લો. તેમાં મીઠું અને ખાંડ મિક્સ કરો. તમામ ફળને મિક્સ કરો અને ફ્રિઝમાં થોડીવાર માટે રહેવા દો. આ પછી ઉપરથી દાડમના દાણા ઉમેરો અને ઠંડું ઠંડુ સર્વ કરો.
કોળાનું રાયતું કરો ટ્રાય
ગરમીમાં આ શાક ખાસ ગણાય છે. તેમાં કોળું ફાયદારૂપ માનવામાં આવે છે. આ માટે સૌથી પહેલા કોળાને નાના ટુકડામાં સુધારો અને તેને સ્ટીમ કરો. હવે એક બાઉલમાં દહીં લો અને તેને સારી રીતે ફેંટી લો. તેમાં કોળાને સામાન્ય મેશ કરો અને મિક્સ કરો. આ પછી કાળા મરીનો પાવડર, શેકેલું જીરું પાવડર અને સિંધવ મીઠું મિક્સ કરી લો. તેને ઠંડું કરવા રાખી લો. તમારું ટેસ્ટી રાયતું તૈયાર છે.