• દહીં અને બેસનનો ફેસપેક આપશે ડેડ સ્કીનથી છૂટકારો
  • લીંબુ અને દહીંનું મિશ્રણ પણ સ્કીનના ટોનને નિખારશે
  • દહીંની સાથે મધ મિક્સ કરવાથી સ્કીન બનશે મુલાયમ

સ્કીનને નિખારવાની સાથે કોમળ અને મુલાયમ બનાવવા માટે દહીંનો ઉપયોગ કરી શકાય છે. દહીં હેલ્થને માટે સારું રહે છે અને સાથે જ સ્કીનની સુંદરતા વધારવા માટે પણ ઉપયોગી છે. તેનું વિટામિન ડી સ્કીનને માટે લાભદાયી રહે છે અને સાથે જ લેક્ટિક એસિડ પણ સ્કીનની તકલીફોને દૂર કરે છે. તેનાથી સ્કીનમાં ભેજ જળવાઈ રહે છે. તે ટેનિંગની અસરને પણ ઘટાડે છે. તો જાણો ચહેરા પર કઈ રીતે દહીંનો ઉપયોગ કરવાથી ટેનિંગ, શુષ્ક સ્કીન અને એક્નેથી રાહત મળી શકે છે.

દહીંના 4 ઘરેલૂ ફેસપેક્સ આપશે ફાયદો

ચણાનો લોટ અને દહીં

દહીંમાં ચણાનો લોટ મિક્સ કરીને ફેસપેક બનાવો અને તે સ્કીન પર સ્ક્રબનું કામ કરશે. ડેડ સ્કીનથી પણ રાહત આપશે. ફેસ પેક બનાવવા માટે એક ચમચી ચણાના લોટમાં 2 ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ ફેસપેકને ચહેરા પર 15-20 મિનિટ લગાવીને રાખો. આ પછી ફેસવોશ કરી લો. સ્કીન પર ચમક જોવા મળશે.

દહીં અને લીંબુ

સ્કીનને નિખારવા માટે આ ફેસપેકને જલ્દી જ તૈયાર કરી શકાય છે. એક વાટકીમાં દહીં લો અને તેમાં કેટલાક ટીપાં લીંબુના રસને મિક્સ કરો. તેને ફેસ પર લગાવી લો અને પછી ફેસવોશ કરી લો.


દહીં અને મધ

ડ્રાય સ્કીન પર ખાસ કરીને આ ફેસપેક સારી અસર દેખાડે છે. તેનાથી સ્કીનને મોઈશ્ચર પણ મળે છે એટલે સ્કીન મુલાયમ દેખાય છે. 2 ચમચી દહીંમાં એક ચમચી મધ મિક્સ કરીને ફેસપેક બનાવો. ચહેરા પર આ ફેસપેકને 20 મિનિટ લગાવીને રાખો અને પછી ધોઈ લો. તમને સારી અસર દેખાશે.

દહીં અને ટામેટા

ચહેરા પરના મોટા પોર્સ હોય તો તમે આ ફેસપેક ટ્રાય કરી શકો છો. તેનાથી ચહેરાને સ્કીન ટાઈટનિંગ ઈફેક્ટ્સ મળે છે. એક સરખા પ્રમાણમાં ટામેટાનો રસ અને દહીંને મિક્સ કરો અને ફેસપેક બનાવો. તેનાથી ચહેરા પર 20 મિનિટ લગાવીને રાખો અને પછી સાદા પાણીથી ધોઈ લો. ચહેરાનું ટેનિંગ પણ ઘટશે.  

  • Follow us on: