• મલાઈથી સ્કીન બનશે મુલાયમ અને ગ્લોઈંગ
  • મલાઈ સાથે મિક્સ કરો મુલતાની માટી
  • આ ફેસપેકને અઠવાડિયામાં 2-3 વાર કરો યૂઝ

બેદાગ નિખાર માટે લોકો અનેક પ્રકારની સ્કીન ટ્રીટમેન્ટ કરાવે છે. માર્કેટમાં પણ અનેક એવી પ્રોડક્ટ્સ છે જેનો ઉપયોગ કરીને તમે સ્કીનને ગ્લોઈંગ બનાવી શકો છો. પરંતુ આ તમામ પ્રોડક્ટ્સ લાંબા સમયે તમારી સ્કીનને ખરાબ કરે છે. તો જાણો કયો ખાસ ઘરેલૂ ઉપાય છે જેની મદદથી તમે એકપણ રૂપિયાના ખર્ચ વિના સ્કીનને ગ્લોઈંગ બનાવી શકો છો.

મલાઈ કરશે તમારી મદદ

રસોઈની મલાઈ જેને જોઈને અનેક લોકો મોઢું બગાડે છે પરંતુ તે જ તમારી સ્કીનને ગ્લોઈંગ અને હેલ્ધી રાખે છે. મલાઈથી સ્કીન સોફ્ટ બને છે અને સાથે પિંપલ્સ અને એક્નેની સમસ્યા પણ થતી નથી.

મલાઈ લગાવવાથી સ્કીનને થશે આ ફાયદા

મલાઈને સ્કીન માટે લાભદાયી માનવામાં આવે છે. મલાઈ ચહેરાની સ્કીનને લચીલી બનાવે છે અને સાથે તેમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં મળે છે. તે સ્કીનને મુલાયમ બનાવવાની સાથે સુંદર પણ બનાવે છે.

કેવી રીતે મળશે ગ્લોઈંગ સ્કીન

ગ્લોઈંગ સ્કીન મેળવવા માટે સૌથી પહેલા એક વાટકીમાં 2 ચમચી મલાઈ અને મુલતાની માટી મિક્સ કરો. પછી ફેસપેકને બ્રશની મદદથી ફેસ પર સારી રીતે લગાવો. સૂકાઈ જાય એટલે તેને વોશ કરો. લગભગ 20 મિનિટ સુધી આ કામ કરો. અઠવાડિયામાં 2-3 વાર આ નુસખો અપનાવી શકાય છે. તેનાથી તમને નિખાર મળશે.

આ વાતનું રાખો ખાસ ધ્યાન

મુલતાની માટી અને મલાઈ બંને સ્કીનને ફાયદો આપે છે. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરી લેવો જરૂરી છે. શક્ય છે તમને તેનું રિએક્શન હોય. આ માટે પેટ ટેસ્ટ કર્યા બાદ જ તેને ફેસ પર એપ્લાય કરો.  

  • Follow us on: