- અલોવેરાનું સ્પ્રે વાળને બનાવશે ચમકદાર
- અલોવેરા હેયર માસ્ક વાળનો ગ્રોથ વધારશે
- અલોવેરાથી ઘરે જ બનાવી શકાશે કંડીશનર
વાળની યોગ્ય દેખરેખ જ તેને સારી રીતે આગળ વધવામાં મદદ કરે છે. વાળની સ્વસ્થતા તેની લેન્થ અને ચમક પરથી જાણી શકાય છે. જો તમે હેયરકેરમાં થોડી સાવધાની રાખસો તો તમે વાળની સારી કૅર કરી શકશો. વાળને મજબૂત, ચમકદાર, સ્વસ્થ અને મુલાયમ બનાવવામાં અલોવેરા મદદરૂપ બની શકે છે. આ એક એવો છોડ છે જેને અલગ અલગ રીતે તમે વાળ માટે યૂઝ કરી શકો છો. તો જાણો અનેક ગુણોથી ભરપૂર અલોવેરા વાળ પર કઈ રીતે પ્રભાવી પરિણામ આપશે.
અલોવેરા સ્પ્રે
વાળ માટે તમે આનું સ્પ્રે બનાવી શકો છો. તેને માટે અડધો કપ અલોવેરા જેલ લો અને તેમાં 1/4 કપ આદુનો રસ મિક્સ કરો. આ સ્પ્રેને એક બોટલમાં ભરો અને વાળના મૂળમાં સારી રીતે સ્પ્રે કરો. તેને 20-25 મિનિટ સુધી વાળમાં રહેવા દો. તમે તેને આખી રાત લગાવીને પણ રાખી શકો છો. સવારે વાળને ધોઈ લેવાથી તે મુલાયમ અને ચમકદાર બનશે.
અલોવેરા હેયર માસ્ક
એક કે બે નહીં પણ અલોવેરાને વાળ પર અનેક પ્રકારના હેયર માસ્કના રૂપમાં યૂઝ કરી શકાય છે. અલોવેરા હેયર માસ્ક બનાવવાની એક રીત એ છે કે તમે 2 ચમચી અલોવેરાનો પલ્પ કે પછી અલોવેરા જેલ લો. તેમાં એક ચમચી દહીં અને 2 ચમચી મધ મિક્સ કરો. આ હેયર માસ્ક વાળનો ભેજ કાયમ રાખશે અને તેનાથી વાળ શુષ્ક અને બેજાન નહીં બને. આ માસ્કને વાળ પર 15-20 મિનિટ લગાવીને રાખો અને પછી વાળ ધોઈ લો.
લીવ ઈન કંડીશનર
અલોવેરાથી લીવ ઈન કંડીશનર બનાવીને વાળ પર લગાવવા માટે વાળને ધોવાની જરૂર નથી. તેનાથી વાળની ચમક બની રહે છે આ સિવાય વાળ ગૂંચવાતા નથી. લીવ ઈન કંડીશનરને બનાવવા માટે એક લેવેન્ડર ઓઈલના ટીપાં મિક્સ કરો અને તેમાં અડધો કપ અલોવેરા જેલ મિક્સ કરો. બંનેને સારી રીતે મિક્સ કરો અને જરૂરિયાત અનુસાર હાથમાં લઈને વાળ પર લગાવો. ડેમેજ્ડ હેયરને રીપેર કરવામાં તે લીવ ઈન કંડીશનર અસરકારક છે.
અલોવેરા અને નારિયેળ તેલ
વાળ ધોતા પહેલા જો તમે પણ વાળમાં તેલ નાંખો છો તો આ નુસખો તમારા માટે યોગ્ય છે. તમે એક વાટકીમાં એક ચમચી અલોવેરા જેલ લો અને તેમાં 2 ચમચી નારિયેળ તેલ મિક્સ કરો. હવે તેને થોડું ગરમ કરો. હવે તે ઠંડુ થાય તો વાળની માલિશ કરો અને એકથી દોઢ કલાક બાદ વાળ ધોઈ લો. વાળ વધારવા માટે આ તેલ અસરકારક સાબિત થશે.