- હળદર અને ગુલાબજળ કરશે ફેસને ક્લીન
- હળદર અને લીંબુનો રસ કરશે ડેડ સ્કીન સેલ્સને રિમૂવ
- કાચા દૂધ સાથે હળદરનો ઉપાય બેસ્ટ ક્લીન્ઝર સાબિત થશે
ફેસ ક્લિન્ઝિંગને માટે મોટાભાગે લોકો મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. તેમાં રહેલા કેમિકલ્સ સ્કીનને નુકસાન કરી શકે છે. પણ શું તમે જાણો છો કે હળદરનો ઉપયોગ કરીને તમે ચહેરાને સરળતાથી ક્લીન કરી શકો છો. તે તમારા માટે સસ્તું અને ફાયદારૂપ સાબિત થશે. જો તમે સ્કીનની સ્પેશિયલ કેર કરવા ઈચ્છો છો તો તમે હળદરનો ખાસ ઉપયોગ કરીને મિનિટોમાં ફેસને નેચરલ ગ્લો આપી શકો છો. ઔષધિય તત્વોથી ભરપૂર હળદરમાં એન્ટી ઓક્સીડન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ રહેલા છે. તેના કારણે હળદરની મદદથી તમે સ્કીન પર નિખાર લાવી શકો છો અને અનેક સ્કીનની સમસ્યાને મિનિટોમાં ગાયબ કરી શકો છો. તો જાણો સ્કીન કેયરમાં હળદરનો ઉપયોગ કેવી રીતે કરવાથી લાભ થશે.
હળદર અને ગુલાબજળ
ચહેરાને ક્લીન કરવા માટે તમે હળદર અને ગુલાબજળને મિક્સ કરીને ટ્રાય કરી શકો છો. 1 ચપટી હળદર પાવડરમાં 2-3 ચમચી ગુલાબજળ મિક્સ કરો. આ પેસ્ટને કોટનની મદદથી ચહેરા પર લગાવો અને 15 મિનિટ બાદ સાફ પાણીથી ચહેરાને ધોઈ લો. હળદર ચહેરાને નિખાર આપશે તો ગુલાબજળનો ઉપયોગ કરવાથી સ્કીન સોફ્ટ બની રહેશે. તેનાથી ચહેરાની સ્કીન ગ્લોઈંગ અને મુલાયમ બનશે.
હળદર અને લીંબુનો રસ
હળદર અને લીંબુનો રસ પણ તમારા ચહેરાને સરળતાથી સાફ કરી દેશે. આ માટે 1 ચપટી હળદરમાં 2 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી ગુલાબજળ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવો. થોડા સમય બાદ સાફ પાણીથી ફેસ વોશ કરી લો. તેનાથી સ્કીનના ડેડ સેલ્સ ખતમ થશે અને સ્કીનમાં કોલેજન પ્રોટીનનું પ્રમાણ વધશે. તેનાથી તમારી સ્કીન નેચરલ ગ્લો મેળવશે.
હળદર અને કાચું દૂધ
હળદર અને કાચા દૂધનો ઉપયોગ પણ ચહેરાને માટે બેસ્ટ ક્લીન્ઝર સાબિત થઈ શકે છે. તેને માટે તમે 1 ચપટી હળદરમાં 2 ચમચી કાચું દૂધ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવો અને થોડા સમય બાદ પાણીથી ચહેરો સાફ કરી લો.
જો નિયમિત રીતે તમે હળદર સાથે 3 વસ્તુનો ઉપયોગ કરશો તો તમારા ચહેરા પરના ડાઘ ખતમ થશે અને તમારી સ્કીન નિખરશે. આ સાથે સ્કીનને ઓછા રૂપિયામાં નેચરલ રીતે ખાસ ગ્લો મળશે.