- જાપાન, ચીન સહિત અનેક દેશોમાં મહિલાઓ કરે છે ઉપયોગ
- ડેન્ડ્રફની સમસ્યાને કરે છે ખતમ
- ભાતનું પાણી ચહેરા માટે સાબિત થશે બેસ્ટ ટોનર
આજકાલ ખાનપાનમાં ગરબડ અને પાણીમાં વધતા ટોક્સિસના કારણે વાળ ખરવાની અને તેના સફેદ થવાની સમસ્યા સામાન્ય બની છે. તેની સારવાર માટે અનેક લોકો ડાઈ અથવા દવાઓની મદદ લે છે. અનેક વલોકો સાઈડ ઈફેક્ટ્સના કારણે તેનો ઉપયોગ કરવાનું ટાળે છે. જો તમે પણ લાંબા વાળ અને હેર ગ્રોથને વધારવા ઈચ્છો છો તો તમે આ ચોખાના પાણીનો ઉપયોગ કરી શકો છો. અનેક ઘરોમાં મહિલાઓ તેને ફેંકી દેતી હોય છે. પણ તે તમારી સુંદરતા નિખારવામાં મહત્ત્વનું બને છે. તો જાણો ખાસ ઉપાયો.
અનેક દેશમાં મહિલાઓ કરે છે ઉપયોગ
જાપાન, ચીન સહિત અનેક દક્ષિણ પૂર્વી એશિયાઈ દેશમાં મહિલાઓ શિયાળામાં લાંબા વાળના ઉપચાર માટે ચોખાના પાણીનો ઉપયોગ કરતી આવી છે. તેના કારણે તેના વાળ લાંબા, સિલ્કી રહે છે. વર્ષ 2010માં આ મુદ્દા પર પ્રકાશિત થયેલા રિપોર્ટમાં ચોખાનું પાણી વાળ માટે ફાયદારૂપ માનવામાં આવે છે.
આ રીતે ઉપયોગમાં લો ચોખાનું પાણી
આ ઉપાયને ઉપયોગમાં લેવા માટે ચોખાને પાણીમાં થોડી વાર સુધી પલાળીને રાખો. આ પછી તેને ગાળી લો અને પાણીને એક અલગ વાસણમાં રાખો. પછી તેને ઉકાળીને તેને એમ જ રહેવા દો. જ્યારે તે પાણી ઘટ્ટ બની જાય તો સૌથી પહેલા વાળમાં શેમ્પૂ લગાવીને સાફ કરો. તેના પછી વાળ ધોઈને તેમાં તેલની જેમ ચોખાનું પાણી લગાવો.
ખતમ થઈ જાય છે ડેન્ડ્રફની સમસ્યા
વાળમાં ચોખાનું પાણી લગાવ્યા બાદ 20 મિનિટ સુધી એમ જ રહેવા દો. આ પછી તેને સાફ પાણીથી ધોઈ લો. ચોખાનું પાણી એક સારા ટોનરનું કામ કરે છે. તેને ઉપયોગમાં લેવાથી વાળના ડેન્ડ્રફની સમસ્યા ખતમ થઈ જાય છે. ચોખાનું પાણી વિટામિન ઈ, બી, મિનરલ, એમિનો એસિડ અને એન્ટી ઓક્સીડન્ટથી વાળના મૂળ મજબૂત થાય છે. તેનાથી વાળ ખરવાનું અટકે છે.