• નારિયેળ તેલ ચહેરા માટે બેસ્ટ ક્લીન્ઝર સાબિત થશે
  • ફેસ ક્લિનિંગ માટે તમે બેસનના ફેસ માસ્કનો ઉપયોગ કરો
  • ઓટ્સના ઉપયોગથી ઓઈલી સ્કીનથી રાહત મેળવી શકો છો

શિયાળાની સીઝનમાં અનેક લોકોની સ્કીન વધુ ડ્રાય થઈ જાય છે. કેટલાક લોકોનો ફેસ ઓઈલી અને ડલ જોવા મળે છે. તમે ઈચ્છો તો શિયાળામાં ફેસને ક્લીન કરવા માટે નેચરલ ચીજોનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારા ફેસની સ્કીન પર ગ્લો જોવા મળશે અને સાથે સ્કીનની અનેક સમસ્યાથી છૂટકારો મળશે. શિયાળામાં ચહેરાને સાફ કરવા માટે અનેક મોંઘા ક્લિન્ઝર અને ફેસવોશનો ઉપયોગ કરાય છે. તેમાં રહેલા કેમિકલ્સ સ્કીનને નુકસાન કરે છે. તો જાણો વિન્ટરના કેટલાક ફેસ ક્લિનિંગ ટિપ્સ, જેને ટ્રાય કરીને તમે ફેસને ગ્લોઈંગ અને બેદાગ રાખી શકાય છે.

કોકોનટ ઓઈલથી કરો ક્લીન

નારિયેળ તેલ ચહેરા માટે બેસ્ટ ક્લીન્ઝર સાબિત થઈ શકે છે. એવામાં ફેસ પર કોકોનટ ઓઈલ લગાવો અને પછી હળવા હાથે ફેસને ઘસો. હવે તેલને સારી રીતે અબ્સોર્બ થયા બાદ ભીના કપડાથી લૂછી લો અને ચહેરાને સાફ કરી લો.

કાચા દૂધનો કરો ઉપયોગ

કાચા દૂધનો ઉપયોગ ચહેરા માટે પરફેક્ટ ક્લિન્ઝિંગ એજન્ટ સાબિત થાય છે. એવામાં તમે કાચા દૂધને ડાયરેક્ટ ફેસ પર એપ્લાય કરી શકો છો. જો તમે ઈચ્છો તો કાચા દૂધથી ફેસ વોશ પણ કરી શકો છો. તેનાથી ચહેરાની ગંદગી સાફ થઈ જશે અને સ્કીન સોફ્ટ બનશે.

બેસનનો ફેસપેક લગાવો

ફેસ ક્લિનિંગ માટે તમે બેસનના ફેસ માસ્કનો ઉપયોગ કરી શકે છે. આ માટે 1 ચમચી બેસનમાં 1 ચમચી દહીં મિક્સ કરીને ફેસ પર લગાવો અને થોડા સમય બાદ પાણીથી ફેસ વોશ કરી લો.

દહીંની મદદ લો

શિયાળામાં ડ્રાય સ્કીનથી રાહત મેળવવા માટે તમે દહીંની મદદ લઈ શકો છો. આ માટે દહીંમાં થોડી હળદર મિક્સ કરો અને ચહેરા પર લગાવો. તેનાથી તમારો ચહેરો તો સુંદર દેખાશે અને સાથે તમારી સ્કીનનું મોઈશ્ચર પણ જળવાઈ રહેશે.

ઓટ્સ યૂઝ કરો

ઓટ્સનો ઉપયોગ કરીને તમે શિયાળામાં ઓઈલી સ્કીનથી રાહત મેળવી શકો છો. એવામાં ઓટ્સને બારીક પીસી લો, હવે ઓટ્સમાં મધ મિક્સ કરીને ફેસ પર લગાવો અને સૂકાયા બાદ ફેસ વોશ કરો. આમ કરવાથી ફેસ પર ગ્લો જોવા મળશે.

અલોવેરા જેલ ટ્રાય કરો

ઔષધિય તત્વોથી ભરપૂર અલોવેરા જેલ ચહેરા માટે નેચરલ ક્લિંઝરનું કામ કરે છે. એવામાં અલોવેરા જેલને ચહેરા પર એપ્લાય કરો અને સૂકાયા બાદ ફેસ વોશ કરો. તેનાથી તમે સ્કીનની અનેક સમસ્યાથી રાહત મેળવી શકશો. તમારો ચહેરો ખીલેલો જોવા મળશે.

ટામેટા આપશે ફાયદો

શિયાળામાં સ્કીનને ટેન ફ્રી રાખવા માટે તમે ફેસ પર ટામેટા એપ્લાય કરી શકો છો. તેના માટે ટામેટાને અડધું કાપી લો. હવે ટામેટાના કાપેલા ભાગ પર ખાંડ લગાવો અને તેને ગોળ ગોળ ફેરવીને ચહેરા પર તેનાથી સ્ક્રબ કરો. તેનાથી સ્કીનના ડેડ સ્કીન ગાયબ થશે અને ચહેરાનો ગ્લો વધશે.  

  • Follow us on: