• હેરમાસ્ક કરશે વાળને રિપેર
  • શાઈની અને સ્મૂધ વાળ માટે કેળા કરશે મદદ
  • વાળનો ગ્રોથ વધારવામાં મદદરૂપ થશે અલોવેરા જેલ

ભરાવદાર અને સુંદર વાળ મેળવવા એ દરેકની ઈચ્છા હોય છે. આ માટે તમે વાળને સ્મૂધ અને શાઈની બનાવવા માટે ઘરે જ કેળાનો હેરમાસ્ક તૈયાર કરી શકો છો. કેળા કાર્બોહાઈડ્રેટ,વિટામિન એ, સી અને બી-6, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, સોડિયમ અને પોટેશિયમ જેવા ગુણથી ભરપૂર હોય છે. આ માટે તે વાળને પૂરતું પોષણ આપી શકે છે. કેળાનો માસ્ક તમારા સ્કેલ્પને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તેનાથી ડેમેજ વાળને રિપેર કરવામાં મદદ મળે છે. એટલું નહીં કેળા વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. તેને હેરકેરમાં સામેલ કરવાથી તમે શાઈની અને સ્મૂધ હેર મેળવી શકો છો. તો જાણો કેવી રીતે બનાવશો અલોવેરા જેલ અને કેળાનો હેર માસ્ક.

સામગ્રી

  • 3 મોટી ચમચી કેળાની પેસ્ટ
  • 1 મોટી ચમચી અલોવેરા જેલ

કેવી રીતે બનાવશો

કેળાનો હેર માસ્ક બનાવવા માટે તમે સૌથી પહેલા એક પાકેલું કેળું લો. હવે તેને બાઉલમાં સારી રીતે મેશ કરી લો. આ પેસ્ટમાં અલોવેરા જેલ મિક્સ કરો. હવે બંને ચીજોને સારી રીતે હલાવી લો. જો તમે હેરમાસ્ક તૈયાર કરી લીધું છે તો તમે તેને વાળના મૂળમાં લગાવો અને પછી તેને લેન્થમાં લગાવો. આ માસ્કને 30 મિનિટ સુધી વાળમાં લગાવીને રહેવા દો. આ પછી તમે પાણીની મદદથી વાળને ધોઈને સાફ કરી લો. ધ્યાન રાખો કે વાળ ધોઈ લીધા બાદ કેળું ક્યાંય વાળમાં લાગેલું ન રહે. નહીં તો તમારા વાળ તૂટશે.  

  • Follow us on: