- પિમ્પલથી છૂટકારો મેળવવા માટે બરફનો ટુકડો ઘસો
- નારંગીની છાલની પેસ્ટ બનાવીને લગાવો
- ખીલને ભગાડવામાં લસણ પણ લાભદાયી રહેશે
ચહેરા પર ખીલનું આવવું એ એક કોમન સમસ્યા છે. કેટલાક લોકો ખાવા પીવાની ભૂલ, ખરાબ લાઈફસ્ટાઈલ અને હોર્મોનલ ઈમ્બેલેન્સના કારણે આ સમસ્યાનો ભોગ બને છે. અનેક મહિલાઓને માસિકની તારીખો પહેલા પિમ્પલ જોવા મળે છે. તેઓએ પરેશાન થવું નહીં. તમે આ સમયે વધારે રૂપિયા ખર્ચ કરવાના બદલે ઘરની કેટલીક ખાસ ચીજોનો ઉપયોગ કરી લેશો તો તમે તેને ઝડપથી હટાવી શકશો. તો જાણો કઈ ચીજોનો ઉપયોગ કરવાથી થશે ફાયદો.
બરફ લગાવો
પિમ્પલથી છૂટકારો મેળવવા માટે બરફનો ટુકડો ઘસો. બરફ પિમ્પલની રેડનેસને ઘટાડે છે અને તેનાથી સોજા ઓછા થાય છે. આ સિવાય તેની બળતરામાં પણ રાહત મળે છે. તેને લગાવવા માટે બરફના ટુકડાને કપડામાં લપેટી લો અને તેને થોડી વાર માટે રહેવા દો.
લસણનો કરો ઉપયોગ
પિંપલને હટાવવા માટે લસણનો ઉપયોગ કરી શકાય છે. તેમાં એન્ટીવાયરસ, એન્ટી ફંગલ, એન્ટીસેપ્ટિક અને એન્ટીઓક્સીડન્ટ્સ છે જે છૂટકારો આપી શકે છે. તેને લગાવવા માટે લસણને છોલી લો અને પછી તેને પિમ્પલ પર લગાવો.
નારંગીની છાલ
નારંગીની છાલને ક્યારેય ફેંકવાની ભૂલ ન કરશો. સ્કીન કેરમાં તે લાભદાયી માનવામાં આવે છે. તેમાં વિટામિન સી હોય છે. તેને લગાવતા પહેલા હૂંફાળા પાણીથી ફેસવોશ કરો. હવે નારંગીની છાલની પેસ્ટને પિમ્પલ પર લગાવી લો.
ટૂથપેસ્ટ લગાવો
આ એક સૌથી ઈફેક્ટિવ ઉપાય છે. તમે થોડી ટૂથપેસ્ટ આંગળી પર લો અને તેને ખીલ પર લગાવી લો. ધ્યાન રાખો કે ટૂથપેસ્ટ સાદી હોય. જેલ વાળી નહીં.