- અલોવેરા અને બેસનનું સ્ક્રબ કરશે મદદ
- મધ અને બેસન પણ બેસ્ટ સ્ક્રબનું કામ કરશે
- સ્કીનને નવી ચમક મળશે અને ચહેરાનો કલર ખૂલશે
ચહેરાની સ્કીન પરની ડેડ સ્કીનની પરત તમારા ચહેરાની સુંદરતા છીનવી શકે છે. તેના કારણે ચહેરો કાળો અને ડલ દેખાય છે. આ કોઈ પણ સીઝનમાં થઈ શકે છે. ડેડ સ્કીનને હટાવવા માટે બજારના બ્યુટી પ્રોડક્ટ્સને ખરીદી લેવાય છે. પણ જો તમને સારું રીઝલ્ટ જોઈએ છે તો તમે તેને ઈગ્નોર કરો અને ઘરની રસોઈમાં રહેલા બેસનની મદદ લો. ચણાનો લોટ સ્કીન માટે બેસ્ટ રહે છે. તે એક એક્સફોલિએટરનું કામ કરે છે. તેનાથી ચહેરાને સ્ક્રબ કરી શકાય છે અને ડેડ સ્કીનને રીમૂવ કરી શકાય છે. તો જાણો ઘરે ડેડ સ્કીન કેવી રીતે રિમૂવ કરી શકશો અને પણ ઓછા ખર્ચે.
અલોવેરા અને બેસનનું સ્ક્રબ
આ રીતે બનાવો
અલોવેરા જેલમાં બેસન મિક્સ કરો અને ચહેરાને આ મિશ્રણથી 2 મિનિટ સુધી ઘસો. જ્યારે તમે 15-20 મિનિટ માટે તેને લગાવીને રહેવા દો અને પછી ચહેરાને વોશ કરી લો. હવે અઠવાડિયામાં 2-3 વાર આ કામ કરો. ડેડ સ્કીન રીમૂવ થશે.
દહીં અને બેસનનું સ્ક્રબ
- 1 ચમચી દહીં
- 1 ચમચી હળદર
- 1 ચમચી બેસન
રીત
એક બાઉલમાં દહીં, હળદર અને બેસનને મિક્સ કરીને તમે ચહેરા પર લગાવો. હવે હળવા હાથે તેને ઘસો અને રિમૂવ કરો. ધ્યાન રાખો કે આ મિશ્રણને ચહેરા પર સૂકાવવા ન દો. આ ઘરેલૂ નુસખાને અઠવાડિયામાં 2 વાર ઉપયોગમાં લો. તો તમને ફાયદો થશે.
મધ અને બેસનનું સ્ક્રબ
- 1 ચમચી ગુલાબજળ
- 1 ચમચી ચણાનો લોટ
- 1 ચમચી મધ
રીત
મધ, બેસન અને ગુલાબજળને મિક્સ કરો. આ મિક્સચરને તમારા ફેસ પર એપ્લાય કરો. તેના માટે 10-15 મિનિટ બાદ ચહેરાને વોશ કરી લો.