- કેમિકલવાળા કલર કરશે નુકસાન
- ઘરેલૂ ઉપાયોથી વાળ થશે ઝડપથી કાળા
- ચાની ભૂકી અને કોફી કરશે તમારી મદદ
જ્યારે કોઈ વ્યક્તિ યુવાન હોય છે તો તેની ઈચ્છા હોય છે કે તે સૌથી સુંદર દેખાય, પણ આજકાલ 20-25 વર્ષની ઉંમરમાં જ માથામાં સફેદ વાળ જોવા મળે છે. આ સમયે તમારા સપના પર પાણી ફરી વળે છે. જૂના જમાનામાં સફેદ વાળને ઉંમરની નિશાની સમજવામાં આવતું પણ આજકાલ તેનો ઉંમર સાથે કોઈ સંબંધ નથી. જો તમારા વાળ પણ સફેદ થયા છે તો તમારે ગભરાવવાની જરૂર નથી. તમે ઘરેલૂ ઉપાયની મદદથી તેની ડાર્કનેસ પરત લાવી શકો છો.
કેમિકલવાળા કલરનો ઉપયોગ ખતરનાક
જ્યારે માથા પર સફેદ વાળ દેખાવવા લાગે તો આપણે સૌ ખાસ કરીને કેમિકલ બેસ્ડ હેયર કલર કે હેયર ડાઈનો ઉપયોગ કરી લેતા હોઈએ છીએ. પણ તે ફાયદાને બદલે નુકસાન કરે છે. આ પ્રોડક્ટ વાળને પણ ખરાબ કરે છે. સામાન્ય રીતે વાળ બેજાન અને શુષ્ક બનવા લાગે છે. અનેક હેયર કેયર એક્સપર્ટનું માનવું છે કે વાળને કાળા કરવા માટે પ્રાકૃતિક ચીજોનો ઉપયોગ કરવો જેથી વાળને નુકસાન ન થાય અને તે નેચરલી બ્લેક બને. તો જાણો કેવી રીતે ઘરે જ તમે આ નેચરલ ડાઈ તૈયાર કરી શકો છો.
નેચરલ ડાઈ કેવી રીતે બનાવશો
નેચરલ હેયર ડાઈને તૈયાર કરવા માટે સૌથી પહેલા ચાની યૂઝ કરેલી ભૂકી લો. તમે તેને ફેંકી દેતા હોવ છો. તેને એક વાટકીમાં લઈ લો, હવે એક પેનમાં પાણી ઉકાળો અને તેમાં તેને મિક્સ કરીને ઉકાળો. જો તમે સારું રીઝલ્ટ ઈચ્છો છો તો તેમાં કોફી મિક્સ કરો. આ પાણી ઉકળીને અડધું થાય તો તેને ઉતારી લો. તેના ઠંડા થવાની રાહ જુઓ. હવે તેને વાળમાં લગાવી લો. વાળ સૂકાઈ જાય તો શેમ્પૂ કર્યા વિના પાણીથી ધોઈ લો.
વાળ કાળા કરવા માટે તમે મહેંદીમાં કેસ્ટર ઓઈલ કે સરસિયાનું તેલ લગાવીને પણ તેને વાળમાં લગાવી શકો છો. આમ કરવાથી વાળને નેચરલ બ્લેક કલર મળશે. તમે મહેંદીમાં આમળા પાવડર મિક્સ કરીને પણ તેને વાળ પર લગાવી શકો છો. આ નેચરલ હેયર કલર સાબિત થશે.