- વાળની ચમક વધારીને હેરકલરમાં કરશે મદદ
- મેથીના પાનનો પાવડર હેરકલર માટે સ્ટોર કરો
- વાળને આકર્ષક રંગ મળશે અને તેનોગ્રોથ પણ વધશે
શિયાળાની સીઝનમાં લીલી મેથીનો ઉપયોગ દરેક ઘરમાં સામાન્ય બને છે. તો સાથે તેમાંથી મળતા પૌષ્ટિક તત્વો પમ ઠંડીમાં અનેક લોકો માટે હેલ્થ સીક્રેટનું કામ કરે છે. આ સમયે જો તમે શિયાળામાં મેથીના પાનની વાનગીઓ ખાવાનું પસંદ કરો છો તો તે હેલ્થને માટે લાભદાયી રહેશે. શિયાળામાં મેથી પ્રમાણમાં સસ્તી મળે છે. તો જાણો કઈ રીતે મેથીના પાન તમારા માટે હેરકલરનું કામ કરશે. વાળને કલર કરવા માટે મોટાભાગે લોકો કેમિકલ બેસ્ડ હેરકલરનો ઉપયોગ કરે છે. તેને લગાવવાથી તમે વાળ પર અનેક સાઈડ ઈફેક્ટ્સ જોશો. એવામાં મેથીના પાન તમારા વાળને નેચરલી કલર કરવાનું કામ કરશે. તો જાણો મેથીના પાનને હેરકલર માટે ઉપયોગમાં લેવાના ફાયદા વિશે.
મેથીનો હેરકલર બનાવવાની રીત
મેથીના પાનનો હેરકલર બનાવવા માટે સૌથી પહેલા હીના પાવડર અને ઈન્ડિગો પાવડરને મિક્સ કરો. હવે મેથીના ફ્રેશ પાનને પીસી લો. તેને પલાળીને હીના પાવડરમાં મેથીની પેસ્ટ, હેરકંડીશનર અને નારિયેળનું તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ મિક્સચરને 2 કલાક માટે ઢાંકીને રાખો.
મેથીના હેરકલરનો ઉપયોગ
મેથીનો હેરકલર લગાવતા પહેલા વાળને કાંસકાની મદદથી ઓળી લો. જેથી તેમાં ગાંઠ ન રહે. બ્રશની મદદથી હેરકલરને સ્કેલ્પથી વાળને એન્ડ્સ સુધી લગાવો અને પછી 2 કલાક બાદ સાફ પાણીથી ધોઈ લો. આ પછી વાળમાં શેમ્પૂ કરી લો.
મેથીના હેરકલરને સ્ટોર કરવાની રીત
શિયાળામાં મેથી સસ્તી હોય છે. એવામાં તમે મેથીના પાનનો પાવડર બનાવીને તેને સ્ટોર કરી શકાય છે. તેને માટે મેથીના પાનને સૂકવીને પીસી લો, હવે આ પાવડરને એરટાઈટ કંટેનરમાં બંધ કરીને રાખો. મેથીનો હેરકલર બનાવતી સમયે પેસ્ટની જગ્યાએ તમે તેને આ પાવડરમાં મહેંદીમાં મિક્સ કરો.
મેથીનો હેરકલર લગાવવાના ફાયદા
મેથીનો હેરકલર વાળને આકર્ષક રંગ આપવામાં મદદ કરશે. નિયમિત રીતે હેરકલરમાં મેથીનો કલર ટ્રાય કરવાથી વાળની શુષ્કતા દૂર થાય છે. તેનાથી ન ફક્ત તમને હેરફોલથી છૂટકારો મળે છે પણ સાથે વાળ નેચરલી શાઈન કરવા લાગે છે.