• સ્કીની જીન્સ અને શોર્ટ ડ્રેસની સાથે લોન્ગ બૂટ્સ તમને આપશે એટ્રેક્ટિવ લૂક
  • યુવક અને યુવતીઓ ટર્ટલ નેક સ્વેટરની સાથે વૂલન સ્કાર્ફ કેરી કરી શકે છે
  • કેઝ્યુઅલ અને સિમ્પલ કપડાને સ્ટાઈલિશ લૂક આપવા ફેશનેબલ બેલ્ટને કરો યૂઝ

શિયાળામાં અને ખાસ કરીને જાન્યુઆરીમાં ઠંડીની શરૂઆત થઈ છે અને તમે જો ફેશનમાં રહેવા ઈચ્છો છો તો તમે અનેક પ્રકારે કેટલીક સિમ્પલ સ્ટાઈલને કૅરી કરી શકો છો. શિયાળામાં સૌથી પહેલા ઠંડીથી બચવાની કોશિશ આપણે સૌ કરીએ છીએ. વિન્ટર સીઝનમાં આજકાલ અનેક ચીજો ફેશનમાં છે. આ વિન્ટર સીઝનમાં એટ્રેક્ટિવ અને ફેશનેબલ દેખાવવા માટે તમે ગરમ કપડાંની સાથે કેટલાક સુપર ટ્રેન્ડી ચીજોને સ્ટાઈલ કરી શકો છો. તો જાણો 3 ખૂબ જ સ્ટાઈલિશ અને એટ્રેક્ટિવ વિન્ટર ટ્રેન્ડ લૂક.

લોન્ગ બૂટ્સ

તમે વિન્ટરમાં અનેક સેલેબ્સને લોન્ગ બૂટ્સ કેરી કરતા જોયા હશે. આજકાલ લોન્ગ બૂટ્સ ફેશનમાં ટ્રેન્ડમાં છે. શિયાળાની સીઝનમાં સ્કીની જીન્સ અને શોર્ટ ડ્રેસની સાથે લોન્ગ બૂટ્સને તમે કેઝ્યુઅલ અને એટ્રેક્ટિવ લૂક આપે છે. લોન્ગ બૂટ્સની ઘણી વેરાયટી માર્કેટમાં મળે છે પણ જો તમારી હાઈટ નાની છે અને તમે હીલ્સ પહેરવાનું પસંદ કરો છો તો તમે હીલ્સ બૂટ્સને કૅરી કરી શકો છો. શિયાળાની સીઝનમાં લોન્ગ બૂટ્સ ફેશનેબલ દેખાવવાની સાથે ઠંડી માટે પણ સારા રહે છે.

સ્ટાઈલિશ બેલ્ટ

આજકાલ વિન્ટર સ્વેટર અને કોટની સાથે સ્ટાઈલિશ બેલ્ટ ટ્રેન્ડ કરી રહ્યા છે. કેઝ્યુઅલ અને સિંપલ કપડાને એટ્રેક્ટિવ અને ફેશનેબલ લુક આપવા માટે ફેશનેબલ બેલ્ટનો ઉપયોગ કરી શકાય છે. ટર્ટલ નેક સ્વેટર્સ અને વિન્ટર વૂલન ડ્રેસની સાથે બેલ્ટ ટ્રેન્ડી લાગે છે જે ઓનલાઈન સ્ટોર્સ અને લોકલ માર્કેટમાં સરળતાથી મળી રહે છે.

વૂલન સ્કાર્ફ

વિન્ટર સીઝન ટ્રેન્ડ અને ફેશનની વાત કરીએ તો વૂલન સ્કાર્ફને ભૂલશો નહીં. આજકાલ યુવકો હોય કે યુવતીઓ તમામ ટર્ટલ નેક સ્વેટર, હાઈનેક ટોપ્સ અને વિન્ટર કોટની સાથે વૂલન સ્કાર્ફ કૅરી કરી રહ્યા છે. વૂલન સ્કાર્ફ દેખાવમાં એટ્રેક્ટિવ અને ફેશનેબલ દેખાવવાની સાથે સાથે ઠંડીને રોકવાનું કામ પણ સારી રીતે કરે છે. 

  • Follow us on: