- 2 જાન્યુઆરીથી Shark Tankની બીજી સીઝન થઈ શરુ
- મેં ચેનલને 10 હજાર કરોડનો બિઝનેસ લાવી આપ્યોઃ અશનીર
- પહેલી સીઝનને ક્રેક કરવાનું કામ સૌથી મુશ્કેલઃ ગ્રોવર
ટીવી ચેનલ પર એકવાર ફરી બિઝનેસ રિયલિટી શો શાર્ક ટેન્ક નવી સીઝનની સાથે 2 જાન્યુઆરીથી શરૂઆત કરી ચૂક્યું છે. જો કે આ સીઝનમાં અશનીર ગ્રોવરને સ્થાન મળ્યું નથી પણ અશનીર ગ્રોવર ફરી ચર્ચામાં જોવા મળી રહ્યા છે. એક પોડકાસ્ટ શોમાં અશનીરે કહ્યું કે તેમને Shark Tankની અન્ય સીઝનમાં કોઈ રસ નથી, સાથે જ તેઓએ એમ પણ કહ્યું કે મેં ચેનલને 10 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ લાવી આપ્યો છે.
શાર્ક ટેન્કની બીજી સીઝન નહીં જુએ અશનીર
પહેલી સીઝનમાં અશનીર ગ્રોવર લોકપ્રિય હતા. તેમના મીમ્સ પણ બનાવાયા. એક સમયે તેઓે કહ્યું કે તે જ્યારે શો પર હતો ત્યારે તે ત્યાં હાવી હતા પણ હવે તેઓએ શાર્ક ટેન્કના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અનફોલો કર્યા છે. આ સિવાય તેઓએ એમ પણ કહ્યું તે પોતાને એક બિલ્ડર માને છે, ન કે ભાડું લેનારા. તે કહે છે કે મેં આ શોની બીજી સીઝન જોવાનું પણ છોડી દીધું છે.
Shark Tankના તમામ જજને પણ કર્યા અનફોલો
અશનીરે કહ્યું કે મને લાગે છે કે સેપરેશન ક્લીન હોવું જોઈએ. જ્યારે હું શાર્ક ટેન્ક સીઝન 2માં સામેલ નથી તો જેટલા પણ શાર્ક હતા મેં તેમને સોશિયલ મીડિયાથી અનફોલો કર્યા છે. હવે તે ગેમ તેમની છે, તેઓ રમે. હું શા માટે રોજ જોઉં કે શાર્ક ટેન્કના શૂટિંગના પડદા પાછળ શું ચાલી રહ્યું છે. હવે મારી જિંદગીનો તે ભાગ નથી તો હું અતીતમાં શા માટે રહું. આ બધી અતીતની વાતો છે.
શોની બીજી સીઝનને ટ્રેક પણ કરી નથી
વધુમાં અશનીરે કહ્યું કે તે પોતે શોને ટ્રેક પણ કરતા નથી. હા, તેમની પત્ની ક્યારેક ગૂગલ કરીને તેને ફોલો કરે છે. અશનીર ગ્રોવરે કહ્યું કે મને ખુશી છે કે મેં 500 કરોડ રૂપિયા વર્ષની ફ્રેન્ચાઈઝી ચેનલને આપી છે. આ કારણ છે કે પહેલી સીઝન ક્રેક કરવાનું કામ મુશ્કેલ છે. જો પહેલી સીઝન જ ન ચાલતી તો ફરી વખત ચેનલ વાળા સ્લોટ આપતા નહીં.