- મસ્કે ટ્વિટર ફાઇલોમાં આ વાતનો ખુલાસો કર્યો હતો
- ગ્લોબલ એંગેજમેન્ટ સેન્ટરે મીડિયાને શંકાસ્પદ એકાઉન્ટ્સની યાદી આપી હતી
- ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ડી-પ્લેટફોર્મ કરવામાં આવ્યા હતા
એલન મસ્કે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે અમેરિકન સરકારે લગભગ 2.5 લાખ એકાઉન્ટ બંધ કરવાની માંગણી કરી હતી. આ એકાઉન્ટ પત્રકારો, કેનેડિયન અધિકારીઓના હતા. મસ્કે ટ્વિટર ફાઇલોમાં આ વાતનો ખુલાસો કર્યો હતો, જેને પત્રકાર મેટ ટેબી દ્વારા જાહેર કરી દીધી.
રિપોર્ટ અનુસાર પત્રકાર મેટી ટેબ્બીએ ટ્વિટર પર રશિયન દખલગીરી ઘટાડવા અને યુએસ કોંગ્રેસ સાથે મળીને કામ કરવા માટે ટ્વિટર પર યુએસ સરકારના વધતા દબાણનો ખુલાસો કર્યો. ટેબ્બીના જણાવ્યા અનુસાર યુએસ સરકારના દબાણમાં ટ્વિટરે લગભગ 250,000 એકાઉને બંધ કરી દીધા હતા. તેમાં પત્રકારો સાથે જોડાયેલા એકાઉન્ટ હતા. કેટલાક એકાઉન્ટ્સ કોરોના મહામારીની ઉત્પત્તિ પર પ્રશ્ન ઉઠાવનાર અને બે કે તેથી વધુ ચીની રાજદ્વારીઓના એકાઉન્ટને ફોલો કરનાર હતા.
ટેબ્બીએ ખુલાસો કર્યો હતો કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની ગુપ્તચર એજન્સી ગ્લોબલ એંગેજમેન્ટ સેન્ટરે મીડિયાને શંકાસ્પદ એકાઉન્ટ્સની યાદી આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ એકાઉન્ટ્સ રશિયન લોકોના હતા અથવા પ્રોક્સી એકાઉન્ટ્સ હતા. ટેબ્બીના જણાવ્યા મુજબ આ એકાઉન્ટ્સનું વર્ણન કોરોનાવાયરસને એક એન્જિનિયર જૈવ હથિયાર તરીકે વર્ણવવા, વુહાન ઇન્સ્ટિટ્યૂટમાં હાથ ધરવામાં આવેલા સંશોધન અને વાયરસની ઉપસ્થિતિ માટે સીઆઇએને જવાબદાર ગણાવનાર જેવા માપદંડોના આધાર પર કરાયો હતો.
ટેબ્બીએ જણાવ્યું હતું કે ગ્લોબલ એન્ગેજમેન્ટ સેન્ટરના રિપોર્ટમાં બે કે તેનાથી વધુ ચીની રાજદ્વારીઓના એકાઉન્ટ્સને ફોલો કરનાર અને અઢી લાખ એકાઉન્ટ્સની યાદી છે. ટેબીએ ટ્વિટર ફાઇલ્સના ખુલાસાના ભાગરૂપે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા કંપનીના કર્મચારીઓના દબાણને પગલે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ડી-પ્લેટફોર્મ કરવામાં આવ્યા હતા.