• જાન્યુઆરી - માર્ચ 2023ની વચ્ચે થઈ શકે છે છટણી
  • ટેસ્લાના શેરમાં લગભગ 60 ટકાનો ઘટાડો નોંધાયો
  • કંપનીએ નવી રિક્રૂરમેન્ટ કરી બંધ

વર્ષ 2022માં ટેસ્લાના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એવામાં કંપનીએ રોકાણકારો પર દબાણ વધાર્યું છે. ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપનીના શેર્સમાં 137 ડોલરનો ઘટાડો આવ્યો છે. વર્ષ 2022 ખતમ થવા આવ્યું છે અને સાથે પહેલા પણ કંપનીમાં કર્મચારીઓની હકાલપટ્ટીને લઈને નિર્ણયો લેવાઈ રહ્યા છે. મસ્કના ટ્વિટર ટેકઓવર બાદ તેઓએ ટ્વિટરના અડધાથી વધુ કર્મચારીઓને નોકરીથી કાઢી દેવાશે. જ્યારે એલન મસ્કની ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાના કર્મચારીઓની છટણી થઈ શકે છે. મસ્કે હાલમાં કહ્યં કે તે નવા વર્ષમાં ટેસ્લામાં ફરી એકવાર છટણી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં ટેસ્લાના શેરમાં 60 ટકાનો ઘટાડો આવ્યો છે. એવામાં ટેસ્લામાં એક મોટી છટણીની તૈયારી જોવા મળી રહી છે. સાથે કંપની નવા હાયરિંગ પર પણ રોક લગાવવાનું નક્કી કરી ચૂકી છે.

વર્ષ 2022માં થઈ હતી છટણી

વર્ષ 2023ની શરૂઆત પહેલા વર્ષ 2022માં ટેસ્લામાં છટણી કરાઈ હતી. જૂન 2022માં ટેસ્લાએ પોતાના અધિકારીઓને તમામ જગ્યાની નવી રિક્રૂરમેન્ટ રોકવા કહ્યું છે. આ સાથે 10 ટકા કર્મચારીઓની છટણી કરવાનું કહેવાયું છે. અન્ય 6 મહિનામાં એકવાર ફરીથી હાયરિંગ કરવાનું કહેવાયું હતું. વર્ષ 2023માં ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લા કર્મચારીને એકવાર ફરીથી છટણી કરી શકે છે.

ક્યારે થઈ શકે છે છટણી

મીડિયા રિપોર્ટના આધારે ટેસ્લામાં છટણીની પ્રક્રિયા વર્ષ 2023ના જાન્યુઆરીથી માર્ચના મહિનાની વચ્ચે થઈ શકે છે. તેની સાથે જ રિપોર્ટમાં દાવો કરાયો છે કે ટેસ્લામાં મોટા પાયે હાયરિંગ ફ્રિઝ કરાયું છે. પરંતુ કેટલાક સ્થાનોએ ટેસ્લા પોતાા કારોબારનો વિસ્તાર કરવાનું વિચારી રહી છે. એવામાં એ સ્પષ્ટ નથી કે હાયરિંગની પ્રક્રિયા કેટલા મોટા પાયે ફ્રિઝ થશે.

ટેસ્લાના શેરમાં આવ્યો મોટો ઘટાડો

ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં ટેસ્લાના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. એવામાં કંપની પર રોકાણકારોનું દબાણ વધી રહ્યું છે. ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપનીના શેર્સમાં 137 ડોલરનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને સાથે નીચેના સ્તરે પહોંચી ગયો છે. તેની સાથે જ એલન મસ્કના ટ્વિટર સંભાળવાના કારણે ટેસ્લાના રોકાણકારોએ પણ ચિંતા વ્યક્ત કરી છે. મસ્કના સતત વૈશ્વિક કારણોએ ટેસ્લાના ઘટતા શેરને જવાબદાર ઠેરવ્યા છે. આ સાથે મસ્કે હાલમાં મોટી સંખ્યામાં ટેસ્લાના શેર વેચ્યા છે. 

  • Follow us on: