• રજાના દિવસોમાં બેંકની ઓનલાઈન સેવાઓ ચાલુ રહેશે
  • 4 રવિવાર અને 2 શનિવાર મળી કુલ 6 દિવસ રહેશે બેંકમાં રજા
  • જાન્યુઆરીમાં બેંકની રજાને લઈને RBIએ જાહેર કરી તારીખો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 2023ને માટે આરબીઆઈએ રજાની તારીખો જાહેર કરી છે. નવા વર્ષના પહેલા મહિને એટલે કે જાન્યુઆરીમાં કુલ 14 દિવસ બેંકો બંધ રહેવાની છે. જાન્યુઆરીમાં 4 રવિવાર છે અને સાથે આ દિવસે બેંકમાં રજા રહેશે. બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેશે. આ સિવાય કેટલાક ખાસ તહેવારના કારણે પણ બેંકમાં રજા રાખવામાં આવશે. જો તમે આવતા મહિને બેંકના કેટલાક કામ પ્લાન કરી રહ્યા છો તો તમારે પહેલાથી રજાની તારીખો જાણી લેવી જોઈએ. જેથી તમારું કામ સરળતાથી થઈ જાય અને તમને ધક્કો ન થાય.

જાન્યુઆરીમાં 14 દિવસ બેંક રહેશે બંધ

ઉલ્લેખનીય છે કે દેશની બેંકો જાન્યુઆરીમાં કુલ 14 દિવસ બંધ રહેશે. રજાના લિસ્ટને લઈને ભારતીય રિઝર્વ બેંકે તારીખો જાહેર કરી છે. આ દિવસોએ બેંક બંધ રહેશે. તો જાણો તમામ તારીખો.

જાન્યુઆરી 2023ની રજાઓનું લિસ્ટ

  • 1 જાન્યુઆરી - રવિવારના કારણે દેશની બેંકો બંધ રહેશે.
  • 2 જાન્યુઆરી - મિઝોરમમાં નવા વર્ષના કારણે બેંક બંધ રહેશે.
  • 11 જાન્યુઆરી- મિશનરી દિવસના કારણે મિઝોરમમાં બેંકો બંધ રહેશે.
  • 12 જાન્યુઆરી - સ્વામી વિવેકાનંદ જયંતિના અવસરે પશ્ચિમ બંગાળમાં બેંક બંધ રહેશે.
  • 14 જાન્યુઆરી - મહિનાના બીજા શનિવારે દેશની તમામ બેંકો બંધ રહેશે.
  • 15 જાન્યુઆરી - રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે.
  • 16 જાન્યુઆરી - ઉઝાવર થિરુનાલીના તહેવારના કારણે પોંડિચેરી અને તમિલનાડુમાં, આંધ્રપ્રદેશમાં બેંક બંધ રહેશે.
  • 22 જાન્યુઆરી - રવિવારના કારણે બેંકો બંધ રહેશે.
  • 23 જાન્યુઆરી - નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિ પર આસામમાં બેંકોમાં રજા.
  • 25 જાન્યુઆરી - રાજસ્વ દિવસના કારણે હિમાચલમાં બેંકમાં રજા રહેશે.
  • 26 જાન્યુઆરી - ગણતંત્ર દિવસના અવસરે દેશમાં બેંકોમાં રજા રખાશે.
  • 28 જાન્યુઆરી - મહિનાના ચોથા શનિવારે બેંકમાં કામ થશે નહીં.
  • 29 જાન્યુઆરી - રવિવારના કારણે બેંકમાં કામકાજ બંધ રહેશે.
  • 31 જાન્યુઆરી - મી-દમ-મી- ફીની ઉજવણીને લઈને આસામમાં બેંક બંધ રહેશે.  

  • Follow us on: