• ગુરુવારે ટ્વિટરે અનેક પત્રકારોના એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા
  • તેમના પ્રોફાઈલ અને છેલ્લા ટ્વિટ પણ હટાવી દેવાયા છે
  • કોઈપણ વ્યક્તિની હાલની લોકેશનને પરમિશન વિના શેર નહીં કરી શકાય

જ્યારથી એલન મસ્કે ટ્વિટરને ટેકઓવર કર્યું છે ત્યારથી ટ્વિટર સતત ચર્ચાઓમાં છે. અનેક મીડિયા સંસ્થા તેને કવર કરી રહી છે. પણ કદાચ મસ્કને તે પસંદ આવ્યું નથી. હાલમાં સામે આવેલી માહિતિ અનુસાર ગુરુવારે એ પત્રકારના એકાઉન્ટને સસ્પેન્ડ કરી દેવાયા છે જેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને તેના નવા માલિક એલન મસ્કને કવર કર્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે સસ્પેન્ડ કરાયેલા એકાઉન્ટના લિસ્ટમાં દ ન્યૂયોર્ક ટાઈમ્સ, વોશિંગ્ટન પોસ્ટ, સીએનએન અને અન્ય સંસ્થાઓ માટે કામ કરનારા પત્રકારોના નામ પણ સામેલ છે.

ટ્વિટરે એકાઉન્ટ સસ્પેન્ડ કરવા માટે નથી જણાવ્યું કોઈ કારણ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે એકાઉન્ટને સસ્પેન્ડ કરવા માટે કોઈ કારણ આપ્યું નથી. આ માટે કોઈ નિવેદન આવ્યું નથી કે આ એકાઉન્ટને શા માટે હટાવાયા છે અને તેમના પ્રોફાઈલ અને છેલ્લા ટ્વિટ પણ શા માટે હટાવી દેવામાં આવ્યા છે. સ્પષ્ટ છે કે આ પત્રકારો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને એલન મસ્કને કવર કરી રહ્યા હતા.

 

ઉલ્લેખનીય છે કે ટ્વિટરે બુધવારે નિયમોમાં ફેરફાર કર્યા છે અને હવે તે આ ફેરફાર બાદ કોઈ પણ વ્યક્તિની હાલની લોકેશનને તેની પરમિશન વિના શેર કરી શકશે નહીં.

એકાઉન્ટ સસ્પેન્ડ બાદ એલન મસ્કનું ટ્વિટ

એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા બાદ એલન મસ્કનું એક ટ્વિટ સામે આવ્યું છે. જેમાં લખ્યું હતું કે પત્રકારો પર પણ ડોક્સિંગ નિયમ લાગૂ થાય છે. કોઈ પણ વ્યક્તિની ખાનગી જાણકારીને શેર કરવા પર એકાઉન્ટને સસ્પેન્ડ કરી દેવાશે. ઉલ્લેખનીય છે કે ડોક્સિંગનો અર્થ એ છે કે કોઈ પણ વ્યક્તિની ખાનગી જાણકારી ઓનલાઈન તેની પરમિશન વિના શેર કરવી. મીડિયા રિપોર્ટનું માનીએ તો જેમના એકાઉન્ટ સસ્પેન્ડ થયા છે તે પત્રકારોએ તે નિયમને તોડ્યો છે.  

  • Follow us on: