• ટ્વિટરના મિસયૂઝના કારણે રોકવો પડ્યો હતો પ્લાન
  • કલરને કેટેગરીના આધારે વહેંચવામાં આવી છે
  • ગોલ્ડ, ગ્રે અને બ્લૂ ટિકમાં કરાશે વહેંચણી

ટ્વિટરે લાંબા સમય બાદ પોતાના અપડેટેડ વેરિફિકેશન પ્રોગ્રામને લોન્ચ કરી દીધો છે. આ સાથે હવે વેરિફાઈડ એકાઉન્ટને 3 કલરમાં ઉપયોગમાં લેવાશે. જો તમે ટ્વિટર યૂઝર છો અને લાંબા સમયથી ટ્વિટરના અપડેટેડ એકાઉન્ટ વેરિફિકેશન પ્રોગ્રામની રાહ જોઈ રહ્યા હતા તો હવે તમારી રાહનો અંત આવી ગયો છે. ટ્વિટરે લાંબા સમય બાદ પોતાના અપડેટેડ એકાઉન્ટ વેરિફિકેશન પ્રોગ્રામને લોન્ચ કર્યો છે. તેના આધારે હવે વેરિફાઈડ એકાઉનટને 3 રંગમાં યૂઝ કરાશે. કલરને અલગ અલગ કેટેગરીના આધારે વહેંચવામાં આવ્યા છે. અહીં જાણો કોને કયા કલરની ટિક મળશે.

આ છે 3 કલર અને તેને કેટેગરી

ટ્વિટરના નવા સીઈઓ એલન મસ્કે કંપનીના આ ફીચરને લોન્ચ કરતા કહ્યું કે હવે વેરિફાઈડ એકાઉન્ટને 3 કેટેગરીમાં વહેંચ્યું છે અને તેના કલરને પણ તેના આધારે નક્કી કરાશે. ગોલ્ડ કલરનો વેરિફાઈડ ટિક કંપનીઓ માટે હશે. અહીં સરકારી સંસ્થાઓ કે સરકાર સાથે જોડાયેલા એકાઉન્ટને માટે ગ્રે કલરનું ટિક મળી રહેશે. આ સિવાય ઈન્ડિવિઝ્યુઅલને માટે બ્લૂ કલરનું ટિક મળી રહેશે. જો કે મસ્કે સ્પષ્ટ કર્યું છે તે વેરિફાઈડ એકાઉન્ટને મેન્યુઅલી પ્રમાણિત કરાશે. જો આ પ્રક્રિયામાં ખામી આવે છે તો તે એકાઉન્ટને વેરિફાઈ નહીં કરી શકાય. એટલું નહીં ઉલ્લેખનીય અને ઓફિશિયલ જેવા અલગ ટેગ સીમિત છે એવામાં તે તમામને મળી શકશે નહીં.

મિસયૂઝના કારણે રોકવો પડ્યો હતો પ્લાન

ઉલ્લેખનીય છે કે ગયા મહિને ટ્વિટરનું અધિગ્રહણ કર્યા બાદ એલન મસ્કે બ્લૂ ટિક પેડ સબ્સક્રિપ્શનનો પ્લાન લોન્ચ કર્યો હતો પણ અસામાજિક તત્વોએ તેનો મિસયૂઝ કરવાનું શરૂ કર્યું. 8 ડોલર આપીને અનેક દગાખોરોએ નામી કંપનીઓ અને હસ્તીના નામે ફેક આઈડી બનાવી અને વેરિફાઈડ એકાઉન્ટનો ચાર્જ આપીને એકાઉન્ટ પણ વેરિફાઈ કરાવી લીધું. આ પછી તેઓએ વિચિત્ર ટ્વિટ કર્યા જેનાથી મૂળ કંપનીને ઘણું નુકસાન થયું.સતત ફ્રોડને જોતાં મસ્કે આ સેવા બંધ કરી. તેઓએ જાહેરાત કરી હતી કે તે જલ્દી આ સર્વિસને અપડેટ કરીને ફરીથી લોન્ચ કરશે. તેઓએ તેને લઈને 2 વાર ટાઈમ આપ્યો પણ નક્કી સમયમાં ચીજો સ્પષ્ટ ન થવાના કારણે તેનું લોન્ચિંગ થઈ શક્યું ન હતું. 

  • Follow us on: