- તમે દેશના ધનિકના લિસ્ટમાં 73મા નંબરે છો,1 નંબર પર ક્યારે આવશો
- સૌથી ધનિક ક્યારેય નહીં બનું...કેમકે આ મારી ઈચ્છા રહી નથીઃ મહિન્દ્રા
- ટ્વિટર પર આનંદ મહિન્દ્રાના 98 લાખથી વધુ ફોલોઅર્સ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન અને દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાનું એક ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. તેમાં તેઓએ એવી વાત કહી છે જે સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહી છે. તેઓએ ટ્વિટર હેન્ડલથી એક ટ્વિટ કરીને લખ્યું કે હું ક્યારેય ધનિક બનીશ નહીં...આવું શા માટે કહ્યું તેનો ખુલાસો પણ તેઓએ પોતે જ કર્યો છે.
ટ્વિટર યૂઝરે પૂછ્યો આ સવાલ
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન Anand Mahindraને એક ટ્વિટર યૂઝરે પ્રશ્ન પૂછ્યો હતો તેનો તેઓએ ખાસ જવાબ આપ્યો છે. વિક્રાંત સિંહ નામના યૂઝરે તેમને પૂછ્યું કે તમે દેશના ધનિક વ્યક્તિના લિસ્ટમાં 73મા નંબરે છો...1 નંબર પર ક્યારે આવશો. આ ટ્વિટ પર આનંદ મહિન્દ્રાએ હિંદીમાં ટ્વિટ કરતા કહ્યું કે તમે મારા મનની વાત કહી. તેને સાંભળીને તમે હેરાન રહી જશો.
Anand Mahindraએ જણાવી પોતાની ઈચ્છા
આનંદ મહિન્દ્રા યૂઝરના સવાલનો જવાબ આપતા તેઓએ ટ્વિટમાં લખ્યું કે સત્ય તો એ છે કે સૌથી ધનિક ક્યારેય નહીં બનું...કેમકે આ મારી ઈચ્છા રહી નથી. તેમનું આ ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને લોકો તેની પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ પોસ્ટને ઝડપથી લાઈક્સ મળી રહ્યા છે અને સેંકડો લોકો તેને રીટ્વિટ કરી રહ્યા છે.
જાણો યૂઝર્સની પ્રતિક્રિયાઓ
મહિન્દ્રાના ચેરમેનના આ ટ્વિટ પર રીપ્લાય કરતા ટ્વિટર યૂઝરે અલગ અલગ અંદાજમાં પ્રતિક્રિયાઓ આપી છે, કોઈએ તેમને જમીન સાથે જોડાયેલા વ્યક્તિ કહ્યા તો કોઈએ કહ્યું કે તમે દિલના અમીર છો. તો એક યૂઝરે લખ્યું કે રૂપિયો કાગળ છે, સાદગી તમારી અમીરી છે. તો અન્ય એક યૂઝરેસ પોતાની પ્રતિક્રિયા આપીને કહ્યું નંબર 1 બનીને તમે લોકોની મદદ કરી રહ્યા છો.
ટ્વિટર પર 98 લાખથી વધુ છે ફોલોઅર્સ
આનંદ મહિન્દ્રા અવારનવાર ટ્વિટર પર કંઈ ને કંઈ પોસ્ટ કરતા રહે છે જે વાયરલ થઈ જાય છે. આવું કંઈ તેમની નવી ટ્વિટની સાથે થયું જે ચર્ચાનો વિષય બની છે. ઉલ્લેખનીય છે કે વિવિધ ફોટોના સિવાય પણ તેઓ મોટિવેશનલ પોસ્ટ કરતા રહે છે જેને યૂઝર્સ પસંદ કરે છે. આનંદ મહિન્દ્રનું ટ્વિટર પર મોટું ફેન ફોલોઈંગ છે. તેમના ફોલોઅર્સની સંખ્યા 98 લાખથી વધુ છે.