- Yes Bankનો શેર 2 વર્ષના ટોચ પર
- 28 રૂપિયા સુધી જઈ શકે છે શેરની કિંમત
- શેરની 52 વીકની લો પ્રાઈઝ 12.10 રૂપિયા છે
રોકાણકારો એકવાર ફરીથી યસ બેંકના શેરની તરફ વધી રહ્યા છે. તેની સાથે Yes Bankનો શેર પોતાના 2 વર્ષના હાઈ પર પહોંચી ચૂક્યો છે. Yes Bankના શેરમાં આવેલા વધારાના કારણે શેરનો ભાવ 21 રૂપિયાને પાર પહોંચી ગયો છે. એવામાં શેરનો આગળનો ટાર્ગેટ શું હશે તે જાણવા માટે રોકાણકારો ઉત્સુક છે.
શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી Yes Bankના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. Yes Bankના શેરમાં આવેલા વધારાના કારણે શેરના ભાવ 2 કારોબારી દિવસમાં 20 ટકા વધી ચૂક્યા છે. આ સાથે જ રોકાણકારો એકવાર ફરી યસ બેંકના શેરની તરફ વધી રહ્યા છે. આ સાથે Yes Bankનો શેર 2 વર્ષના હાઈ પર પહોંચી ચૂક્યો છે. Yes Bankના શેરમાં આવેલા વધારાના કારણે શેરનો ભાવ 21 રૂપિયાને પાર થયો છે. એવામાં શેરનો આગળનો ટાર્ગેટ શું હશે તેની પર પણ રોકાણકારોનો ઝોક વધી રહ્યો છે.
આ છે કારણ
Yes Bankના એનએસઈ પર 52 વીક લો પ્રાઈઝ અહીં 12.10 રૂપિયા છે અને તેના 52 વીક હાઈ પ્રાઈઝ 21.10 રૂપિયા છે. શેરબજાર એક્સપર્ટના આધારે યસ બેંકના શેર શુક્રવારે ખાનગી ઋણદાતાના ખુલાસા બાદ વધી રહ્યા છે. અહીં તેઓએ કાર્લાઈલ ગ્રૂપ અને વેરવેંટા હોલ્ડિંગ્સ લિમિટેડની મદદથી નવા રોકાણના સંબંધમાં સકારાત્મક વિકાસને માટે ભારતીય બજારને સૂચિત કર્યા છે.
જાણો રણનીતિ
યસ બેંકના શેરની કિંમતે ચાર્ટ પેટર્ન પર સાઈડવેઝ ટ્રેન્ડ બ્રેક આઉટ આપ્યું છે અને આ લઘુથી મધ્યમ સમયમાં 28 રૂપિયા પ્રતિ શેર સુધી જઈ શકે છે. માર્કેટ એક્સપર્ટ પોઝિશનલ રોકાણકારોને સલાહ આપી રહ્યા છે કે જ્યાં સુધી તે 18 રૂપિયા પ્રતિ શેરના સ્તરથી ઉપર ન જાય ત્યાં સુધી શેરમાં ઘટાડા પર ખરીદીની રણનીતિ ચાલુ રાખવી જોઈએ.
ગુણવત્તામાં સુધારાની આશા
મળતી માહિતી અનુસાર અવિનાશ ગોરક્ષકરે યસ બેંકના શેરમાં આવેલી રેલીના કારણો પર વાત કરતા જાણવા મળ્યું છે કે ખાનગી ધિરાણકર્તાની મદદથી કાર્લાઈલ ગ્રૂપ દ્વારા નવા રોકાણ અંગે સકારાત્મક વિકાસની જાણ કર્યા પછી શુક્રવારે યસ બેન્કના શેરમાં તેજી જોવા મળી હતી. Verventa Holdings Limitedએ દાવો કર્યો છે કે ભારતીય રિઝર્વ બેંકે તમામ રોકાણકારને યસ બેંકની ચૂકતા શેર પૂંડીના 9.99 ટકા સુધી પ્રસ્તાવિત અધિગ્રહણના સંબંધમાં શરતો સાથે સ્વીકૃતિ આપી છે. બેંકની સંપત્તિની ગુણવત્તામાં પણ સુધારો થવાની આશા છે, તેનાથી બજારના બુલ્સને આકર્ષિત કરાયા છે.
યસ બેંકના શેરના સંદર્ભમાં 'Buy on Dips' વ્યૂહરચના જાળવવાની સલાહ આપતાં કહેવાયું છે, યસ બેંકના શેરે રૂ. 18ના સ્તરે સાઇડવે ટ્રેન્ડ બ્રેકઆઉટ આપ્યો છે. જે રૂ. 24 સુધી જઈ શકે છે. આગળ, ટૂંકા અને મધ્યમ ગાળામાં રૂ. 28ના સ્તરો જોઈ શકાય છે. જેમના સ્ટોક પોર્ટફોલિયોમાં યસ બેન્ક છે તેઓને રૂ. 17 પર સ્ટોપ લોસ જાળવી રાખવા અને રૂ. 24 પર સ્ટોપ લોસ જાળવી રાખવાની સલાહ આપવામાં આવે છે. અને રૂ.28ના લક્ષ્યાંક માટે શેર ભેગા કરતા રહેવું.
પ્રોફિટ બુકિંગ
જે લોકો યસ બેંકના શેરને ખરીદવા ઈચ્છે છે તેમને માટે કહેવાય છે કે યસ બેંકના શેરમાં પહેલા પણ ઉછાળો આવી ચૂક્યો છે. આ માટે પ્રોફિટ બુકિંગ ટ્રિગરની રાહ જોવી જોઈએ અને એક વાર જ્યારે તે 18 રૂપિયાના સ્તરથી ઉપર આવે છે તો ફક્ત 17 રૂપિયાના સ્તર પર કડક સ્ટોપ લોસ બનાવી રાખતા 24 રૂપિયા અને 28 રૂપિયાના લક્ષ્યને માટે યસ બેંકના શેર ખરીદી શકાય છે.