- દેશની અર્થવ્યવસ્થામાં ઝડપથી આવી રહ્યો છે વધારોઃ સીતારમણ
- તમામ કરન્સીની સરખામણીએ રૂપિયામાં આવી મજબૂતી
- 2014 પહેલા દેશની ઈકોનોમી આઈસીયૂમાં હતી
ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણનો 2019માં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓે ડુંગળીની કિંમતોને લઈને કરાયેલા પ્રશ્નના જવાબમાં ગુસ્સે થયા હતા. તેઓએ કહ્યું કે તે પોતે ડુંગળી ખાતા નથી, તે જે પરિવારથી આવે છે ત્યાં ડુંગળીની ખાસ કિંમત નથી.તેમના નિવેદન પર સોશિયલ મીડિયામાં ખૂબ મીમ્સ બન્યા હતા. તેઓએ આજે ફરી તેનો ઉલ્લેખ કર્યો અને કહ્યું જે રીતે સોશિયલ મીડિયામાં ડુંગળીના નિવેદનના મીમ્સ બન્યા, એ જ રીતે દેશની ઈકોનોમીને લઈને પણ મજાક ઉડાવવામાં આવી રહી છે. આખી દુનિયામાં ભારતની ઈકોનોમીનો ડંકો વાગી રહ્યો છે જે કેટલાક લોકો પચાવી શકતા નથી.
2014 પહેલા દેશની ઈકોનોમી આઈસીયૂમાં હતી
સીતારમણે લોકસભામાં પ્રશ્નોત્તરીના સમયે એક સભ્યના સવાલના જવાબમાં કહ્યું કે 2014માં જ્યારે પીએમ મોદી પ્રધાનમંત્રી બન્યા તો દેશની ઈકોનોમી આઈસીયૂમાં હતી. વિદેશી મુદ્રા ભંડાર ઘણું ઓછું થયું. પણ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. આજે ભારત દુનિયામાં સૌથી વધારે ઝડપથી વધી રહેલી ઈકોનોમી છે. રશિયા અને યૂક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધના છતાં ભારતીય ઈકોનોમી સૌથી સારી સ્થિતિમાં છે. પરંતુ કેટલાક લોકોને આ વાત પચી રહી નથી. તે દેશને બદનામ કરવા તુલ્યા છે. એવા લોકોને શરમ આવવી જોઈએ.
દેશનો વિકાસ પચાવી ન શકનારને આવવી જોઈએ શરમ
નાણામંત્રીએ કહ્યું કે કેટલાક લોકોને દેશનો વિકાસ પસંદ નથી. તે દેશની વધતી ઈકોનોમી પર ગર્વ કરવાના બદલે તેની મજાક ઉડાવી રહ્યા છે. ડુંગળી પરના મારા નિવેદનની પણ મજાક ઉડાવાઈ હતી. સોશિયલ મીડિયા પર મીમ્સ બનાવવામાં આવ્યા હતા. કહેવાય છે કે મારે ડુંગળી ખાનારાની ચિંતા કરવી જોઈએ. તેમની પાસેથી આવા જ નિવેદનની આશા રખાય છે. એવા લોકોને દેશની વધતી ઈકોનોમીથી મુશ્કેલી થઈ રહી છે. તે તેની પર ગર્વ કરવાને બદલે તેની મજાક ઉડાવવામાં લાગ્યા છે એ દુઃખની વાત છે. આ લોકોને શરમ આવવી જોઈએ.
રૂપિયો પણ થયો મજબૂત
સીતારમણે કહ્યું કે દુનિયાની તમામ કરન્સીની સરખામણીએ રૂપિયો મજબૂત થઈ રહ્યો છે. ડોલરની વાત અલગ છે. યૂએસ ફેડરેશનની નીતિના કારણે ડોલર મજબૂત થઈ રહ્યો છે. ડોલરની સરખામણીએ રૂપિયાના ઘટાડાને રોકવા માટે આરબીઆઈએ હસ્તક્ષેપ કર્યો છે. આ કારણે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો આવ્યો હતો પરંતુ એકવાર ફરી વિદેશી મુદ્રા ભંડાર વધવા લાગ્યો છે. દેશમાં એફડીઆઈ વધી રહ્યો છે. એમર્જિંગ માર્કેટમાં 50 ટકા એફડીઆઈ ભારતમાં આવી રહ્યું છે. આંકડા પણ તેની ખાતરી આપે છે. જે લોકોને મુશ્કેલી થઈ રહી છે તેઓએ આંકડા પણ જોઈ લેવા જોઈએ.