• સોનાનો ભાવ આજે છેલ્લા કારોબારી સત્રના બંધ ભાવથી 170 રૂપિયા ઘટ્યો
  • ચાંદીનો ભાવ આજે વાયદા બજારમાં 277 રૂપિયા ઘટીને ટ્રેડ કરી રહ્યો છે
  • આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ મંદીની ઝપેટમાં

આંતરરાષ્ટ્રીય અને ભારતીય વાયદા બજારમાં આજે સોમવારે સોનાનો ભાવ અને ચાંદીનો ભાવ ઘટાડા સાથે જોવા મળ્યો છે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ શરૂઆતના કારોબારમાં 0.31 ટકાના ઘટાડાની સાથે આજે કારોબાર કરી રહ્યો છે. આ સાથે વાયદા બજારમાં ચાંદી 0.41 ટકા ઘટ્યું છે. છેલ્લા કારોબારી સત્રમાં સોનાનો ભાવ 0.45 ટકાના વધારાની સાથે અને ચાંદીનો ભાવ 1.59 ટકા વધીને બંધ થયો હતો.

સોનાના ભાવમાં આજે થયો 170 રૂપિયાનો ઘટાડો

સોમવારે વાયદા બજારમાં 24 કેરેટ શુદ્ધતા વાળા સોનાનો ભાવ 170 રૂપિયા ઘટ્યો છે અને 54125 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યો છે. સોનાનો ભાવ 54109 રૂપિયાએ ખૂલ્યો હતો. આ પછી તે 54125 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.

ચાંદીના ભાવમાં પણ આવ્યો ઘટાડો

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો છે. ચાંદીના ભાવ કાલના બંધ ભાવથી 277 રૂપિયા ઘટ્યા છે અને 67761 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. આ ભાવ સવારે 67490 રૂપિયા હતો અને પછી તે 67805 રૂપિયા સુધી પહોંચ્યો છે. થોડીવાર પછી તે ઘટીને 67761 રૂપિયા થયો છે. છેલ્લા કારોબારી સત્રમાં ચાંદીનો વાયદા ભાવ 1069 રુપિયા વધ્યો અને 68103 પર બંધ થયો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સુસ્તી

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદી આજે ઘટાડા સાથે જોવા મળ્યું છે. સોનાનો હાજર ભાવ સોમવારે બંધ ભાવની સરખામણીએ 0.56 ટકા ઘટ્યો છે અને 1787.25 ડોલર પ્રતિ ઓંસ રહ્યો છે. આ સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ આજે ઘટ્યો છે. ચાંદીનો ભાવ 0.85 ટકા ઘટીને 23.28 ડોલર પ્રતિ ઓંસ થયો છે. છેલ્લા 1 મહિનામાં સોનાનો ભાવ 1.56 ટકા વધ્યો છે. આ સાથે ચાંદીનો ભાવ પણ છેલ્લા 30 દિવસમાં 7.06 ટકા સુધી વધ્યો છે.

ગયા અઠવાડિયે સર્રાફા બજારમાં આવ્યો ઉછાળો

ભારતીય સર્રાફા બજારમાં ગયા અઠવાડિયે સોના અને ચાંદીની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની સાઈટના આધારે ગયા બિઝનેસ વીકની શરૂઆચમાં એટલે કે 5 ડિસેમ્બરે 24 કેરેટ સોનાનો ભાવ 53854 હતો જે શુક્રવાર સુધી વધીને 53937 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો તો 999 શુદ્ધતાની ચાંદીની કિંમત 65764થી વધાની 66131 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી છે. 

  • Follow us on: