• પેટ્રોલિયમ જેલીની સ્મેલથી ફેફસાને થશે સમસ્યા
  • સંવેદનશીલ વાળાની વધી શકે છે મુશ્કેલી
  • સ્કીન ઈન્ફેક્શનનો ખતરો પણ વધે છે

શિયાળો આવતા જ સ્કીન શુષ્ક અને બેજાન બને છે. ફાટેલા હોઠ, ડ્રાય સ્કીનને સ્મૂધ બનાવવા માટે અનેક લોકો પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરે છે. પેટ્રોલિયમ જેલીને સ્કીનને માટે સારું માનવામાં આવે છે પણ સિક્કાની બે બાજુ હોય છે તેમ પેટ્રોલિયમ જેલીની પણ સાઈડ ઈફેક્ટ્સ હોય છે. તેના એટલા ફાયદા છે એનાથી વધારે નુકસાન પણ છે. જો તમે ફાટેલા હોઠ અને એડીઓ માટે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરો છો તો તેનાથી તમને નુકસાન પણ થઈ શકે છે.

જાણો સ્કીનને કયા નુકસાન થશે

સ્કીન

પેટ્રોલિયમ જેલીના રેગ્યુલર ઉપયોગથી સ્કીન પર ખરાબ અસર જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલિયમ જેલીથી સ્કીનના પોષણ - અવશોષણની ક્ષમતા પર અસર પડે છે. સાથે જ કોલેજનના બ્રેકડાઉન માટે પણ તે જવાબદાર બની શકે છે.

એલર્જી

અનેક લોકોની સ્કીન સંવેદનશીલ હોય છે. આ કારણે તેમને દરેક બ્યૂટી પ્રોડક્ટ સૂટ કરતી નથી. જો તમારી સ્કીન પણ આવી છે તો શક્ય છે કે પેટ્રોલિયમ જેલીના ઉપયોગથી તમને એલર્જીની સમસ્યા થઈ શકે છે.

ફેફસા

માનવામાં આવે છે કે પેટ્રોલિયમ જેલી અનેક લોકોને ફેફસાની સમસ્યા નોંતરી શકે છે. કેમકે તેમાં કેટલાક એવા રસાયણ છે જેને સૂંઘવાથી ફેફસાની સમસ્યા થઈ શકે છે.

ઈન્ફેક્શન

જો તમે સાફ સફાઈનું ધ્યાન નથી રાખતા તો તમને પેટ્રોલિયમ જેલીથી ઈન્ફેક્શન થઈ શકે છે. કેમકે તે ધૂળના કણને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેનાથી સ્કીન પર ગંદગી જમા થવાના કારણે ઈન્ફેક્શન થઈ શકે છે. 

  • Follow us on: