• હોટ ઓઈલ સ્પા વાળને મૂળથી કરશે મજબૂત
  • બ્લડ સર્ક્યુલેશન વધારશે અને ગ્રોથ વધારશે
  • ગ્રીન ટી અને અલોવેરાનો પેક પણ આપશે શાનદાર રીઝલ્ટ

કોઈ પણ વ્યક્તિને તેના વાળ ખરે તે પસંદ આવતું નથી, તમે અનેક ઉપાયો અજમાવો, હેર પ્રોડક્ટસ બદલો પણ તમારા વાળ સતત ખરતા રહે છે. ચિંતાથી લઈને અનહેલ્ધી ડાયટ, પોલ્યુશનના કારણે પણ તમારા વાળ ખરે તે શક્ય છે. જો કે થોડી નાની કૅર કરી લેવામાં આવે તો તમારા વાળનું ખરવું તમે રોકી શકો છો. વાળની દેખરેખની પ્રોડક્ટ્સને બદલવા કે સ્પા માટે જતા પહેલા તમારે કેટલીક નાની વાતનું ધ્યાન રાખવી. બીઝી શિડ્યલમાં થોડો સમય કાઢી લેશો તો તમારું કામ સરળ બનશે.

ઘરે કરો હોટ ઓઈલ સ્પા

શાનદાર હેર સ્પા લેવા માટે તમારે સેલૂનમાં જવાની જરૂર નથી. તમે ઘરે જ હોટ ઓઈલ સ્પાથી તમારા વાળની કૅર કરી શકો છો. તેલ વાળ માટે ઘણું સારું હોય છે કેમકે તે વાળને અંદરથી પોષણ આપે છે અને વાળને મજબૂત બનાવે છે. તેલ માલિશ સ્કેલ્પ પર બ્લડ સર્ક્યુલેશનને વધારવામાં મદદ કરે છે જે વાળને વધારે છે, આ સાથે વાળનો ગ્રોથ પણ વધારશે. નારિયેળનું તેલ, કેસ્ટર ઓઈલ, બદામનું તેલ અને જૈતૂનનું તેલ વાળને માટે મોઈશ્ચરાઈઝિંગ બને છે અને વાળને ખરતા અટકાવે છે.

આ રીતે કરો ટ્રીટમેન્ટ

સૌ પહેલા તમામ તેલને એકસરખા પ્રમાણમાં લો અને તેને થોડું ગરમ કરો. આ સુપર કોન્કોક્શનથી 10-15 મિનિટ માટે સર્કયુલર મોશનમાં વાળને સારી રીતે માલિશ કરો. તેને રાતભર રહેવા દો. સોફ્ટ વાળ માટે તમે બીજા દિવસે વાળને શેમ્પૂથી ધોઈ લો. વાળ ખરવાનું ઓછું થાય તે માટે અઠવાડિયામાં એક વાર આ ઉપાય કરો.

ગ્રીન ટી અને અલોવેરા હેર પેક

ગ્રીન ટી એન્ટીઓક્સીડન્ટથી ભરપૂર હોય છે જે વાળને ખરતા અટકાવવા માટે સારી હોય છે. અલોવેરા એન્ટીબેક્ટેરિયલના રૂપમાં કામ કરે છે જે વાળને ડેન્ડ્રફ અને ઓઈલથી ફ્રી રાખે છે.

આ રીતે કરો ઉપયોગ

1-2 ગ્રીન ટી બેગ્સને ગરમ પાણીમાં પલાળો અને પાણીને ઠંડું થવા દો. આ ગ્રીન ટીના અર્કને એક ચમચી તાજી અલોવેરા જેલની સાથે મિક્સ કરો. સરળતાથી તૈયાર થતા હેર પેકને અઠવાડિયામાં 2 વાર લગાવો અને હૂંફાળા પાણીથી વાળ ધોઈ લો. લાંબા અને હેલ્ધી વાળનું સપનું જલ્દી પૂરું થશે. તમે તેને હેરકેર રૂટિનમા પણ સામેલ કરો અને વાળને ખરતા અટકાવો.  

  • Follow us on: