- કબજિયાત અને શરીર નબળું થવાની સમસ્યા વધારશે
- ઓછા પાણીથી વધશે સ્કીન સંબંધી તકલીફો
- કિડનીની મુશ્કેલીઓ વધારે છે ઓછું પાણી
ગરમીની સીઝનમાં ઘર હોય કે બહાર ગરમી વધારે હોવાના કારણે વધારે પાણી પી શકાય છે. આનાથી ઉલ્ટું શિયાળામાં ઠંડીના કારણે લોકો પાણી પીવાનું ટાળે છે. આ કારણે શરીર ડિહાઈડ્રેશનનો શિકાર બને છે. શિયાળામાં શરીરને વધારે પાણીની જરૂર રહે છે પણ ઠંડીની સીઝનમાં ઓછું પાણી પીવાતું હોય છે અને શરીરમાં પાણીની ઉણપ આવે છે. આ કારણે તમે અજાણતા અનેક મુશ્કેલીઓનો સામનો કરો છો. પાણી શરીરને હાઈડ્રેટ રાખવાની સાથે જ શરીરને ડિટોક્સ કરવાનું કામ પણ કરે છે. શરીરમાં પાણીની ખામી હોવાથી અનેક અન્ય ગંભીર બીમારીઓ થઈ શકે છે.
કોન્સટિપેશનની મુશ્કેલી
શરીરમાં જ્યારે પાણીની ખામી થાય ત્યારે પેટ સંબંધી મુશ્કેલીઓ તમારા પર હાવી થાય છે. કોન્સટિપેશનના વધારે કેસમાં પાણીની ખામીના કારણે આ મુશ્કેલીઓ થાય છે. પાણી એટલા માટે જરૂરી છે કે તેનાથી સારી રીતે ખાવાનું પચે. ખાવાનું પચાવવા માટે પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર રહે છે. યોગ્ય પ્રમાણમાં પાણી શરીરને ન મળે તો ખાવાનું પચવામાં મુશ્કેલી આવે છે. જો ખાવાનું સારી રીતે પચશે નહીં તો તમને પેટ સંબંધી તકલીફો અનુભવાશે.
ડ્રાય સ્કીન
શિયાળામાં ડ્રાય સ્કીનની સમસ્યા વધારે રહે છે. તેની પાછળનું કારણ છે ઓછું પાણી પીવું. ઓછું પાણી પીવાના કારણે સ્કીન વધુ ડ્રાય બને છે અને પછી રેશિઝ થવા લાગે છે. આ માટે સૌથી જરૂરી વાતમાં શિયાળામાં 5-7 ગ્લાસ પાણી પીવું જરૂરી છે.
કિડની પર થાય છે અસર
ઓછું પાણી પીવાના કારણે કિડની પર ગંભીર અસર થાય છે. સાથે કિડનીમાં સ્ટોનના કારણે ડર પણ વધે છે. કિડની સારી રીતે કામ કરે તે માટે પાણી જરૂરી છે. જ્યારે શરીરમાં પાણીની ખામી થાય તો કિડનીને વધારે કામ કરવું પડે છે. તેના કારણે યૂરિનરી ટ્રેક ઈન્ફેક્શન કે ટ્રેકમાં બળતરાની ફરિયાદ પણ રહે છે.
શરીર નબળું થવું
શરીરમાં જયારે પાણીની ખામી થાય છે તો બોડી ધીરે ધીરે નબળું થવા લાગે છે. પાણીની ખામીની અસર શરીરના તમામ ફંક્શન પર થાય છે. પાણીની ખામીના કારણે શરીરમાં થાક લાગે છે અને સાથે લોહીને પૂરતા પ્રમાણમાં ઓક્સીજન મળતો નથી.
એક દિવસમાં કેટલું પાણી પીશો
આખો દિવસ હેલ્ધી રહેવા માટે એક દિવસમાં 8 ગ્લાસ જેટલું પાણી પીઓ. અનેક લોકો તેનાથી વધારે પાણી પીએ છે કેમકે શરીરની અલગ બનાવટ હોય છે. તેના આધારે પાણી પીવું જરૂરી બને છે. ગ્લાસથી પાણી પીવાનું એટલા માટે કહેવાય છે કે જેથી તમને યાદ રહે તે તમારે ક્યારે કેટલું પાણી પીધું. હંમેશા ધ્યાન રાખો કે એક યોગ્ય પ્રમાણમાં પાણી પીવાથી શરીરને ફાયદો થાય છે.