• હીંગ અને ગરમ પાણીનો ઉપાય કરશે કમાલ
  • હીંગ અને દેશી ઘીનું કોમ્બિનેશન ભગાડશે ગેસ
  • હીંગ અને સરસિયાનું તેલ બ્લોટિંગ અને કબજિયાતમાં લાભદાયી

અનેક લોકો ઘણીવાર જરૂર કરતા વધારે ભોજન કરે છે અને સાથે ઓઈલી ખાવાનું ખાવાનું વધારે ખાઈ લેતા હોઈએ છીએ. તેના કારણે પેટદર્દ, એસિડિટી, ગેસની તકલીફ અને કબજિયાતની તકલીફો વધે છે. પેટની મુશ્કેલીઓ દૂર કરવા માટે તમે વિદેશી દવાની મદદ લો છો તો તમે કિચનની 1 વસ્તુને ટ્રાય કરી શકો છો. તો જાણો આ ખાસ વસ્તુ અને મેળવો ફટાફટ રાહત.

જાણો રસોઈની હીંગ કેવી રીતે દૂર કરશે પેટની તકલીફો

રસોઈમાં રહેતી હીંગ એક એવી વસ્તુ છે જે અનેક રેસિપીનો સ્વાદ વધારે છે. આ પેટ નહીં, હાર્ટ અને દાંતની સાથે જોડાયેલી મુશ્કેલીઓનો ઉપાય છે. આ કફ, આંતરડા અને પિત્તના ફંક્શનને સારું કરે છે તેનાથી પિત્તદોષ બેલેન્સ કરી શકાય છે અને ડાયજેશનને સારું રાખવામાં મદદ મળી રહે છે.

હીંગ અને ગરમ પાણી

હીંગનો લેપ પેટને માટે લાભાદાયી માનવામાં આવે છે. તેને માટે તમે મસાલાને ગરમ પાણીની સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને નાભિની આસપાસ હળવા હાથથી માલિશ કરો. તમે પેટની સમસ્યાથી રાહત મેળવી શકશો.

હીંગ અને દેશી ઘી

હીંગ અને દેશી ઘીનું કોમ્બિનેશન પેટને માટે ગુણકારી માનવામાં આવે છે. ગેસ અને કબજિયાતને ઘટાડવામાં તે મદદ કરે છે. આ માટે તમે એક ચપટી હીંગ લો અને તેને દેશી ઘી સાથે ગરમ કરો. હવે હળવા હાથથથી તેને નાભીની આસપાસ લગાવો. થોડી વારમાં તમને પૂરો આરામ મળશે.

હીંગ અને સરસિયાનું તેલ

સરસિયાનું તેલ અને હીંગને મિક્સ કરો અને પેટ પર લગાવો. તેનાથી પેટ દર્દ, ગેસ, કબજિયાત અને બ્લોટિંગ જેવી સમસ્યાથી રાહત મળશે. તમે આ બંને વસ્તુને મિક્સ કરીને પેટ પર સર્ક્યુલર મોશનમાં ઘસો. ખાટા ઓડકાર આવી રહ્યા હોય તો તેની માલિશ કરો. તમને જલ્દી રાહત મળશે.

  • Follow us on: