• ગરમ પાણીથી નહાવાથી આંખનું મોઈશ્ચર પ્રભાવિત થઈ શકે છે
  • રોજ હૉટવોટર શાવર લેવાથી પુરુષોની ફર્ટલિટી પ્રભાવિત થશે
  • ગરમ પાણીથી નહાવાથી સ્કીનમાં રેડનેસ, ડ્રાયનેસ અને ખંજવાળ વધશે

આજકાલ અનેક જગ્યાઓએ વધારે ઠંડી પડી રહી છે. આ સીઝનમાં ગરમ પાણીથી નહાવાની મજા અલગ હોય છે. શિયાળામાં ગરમ પાણીથી નહાવાના અનેક ફાયદા છે તો સાથે તેના નુકસાન પણ છે. પણ જો તમે વધારે ગરમ પાણીથી નહાઈ લેશો તો તમે બોડી પર ખંજવાળ, સ્કીન પર ઇરિટેશન, પિંપલ્સ અને ખરતા વાળની સમસ્યાનો સામનો કરો તે શક્ય છે. સામાન્યથી વધારે ગરમ પાણીથી નહાવાનું ટાળવું એ યોગ્ય છે. જો તમે વારંવાર વધુ ગરમ પાણીથી વાળ ધૂઓ છો તો તમે હેયર પ્રોબ્લેમ્સની સમસ્યાનો પણ સામનો કરશો. તો તમે જ્યારે પણ ગરમ પાણીથી નહાઓ તો તેના સાઈડ ઈફેક્ટ્સ જાણીને પછી ઉપયોગ કરો.

આંખના મોઈશ્ચરને પ્રભાવિત કરશે

ગરમ પાણીથી નહાવાથી આંખના મોઈશ્ચર પર અસર થઈ શકે છે. તેના કારણે આંખમાં ઈચિંગની સમસ્યા જેમકે ખંજવાળ, ડ્રાયનેસ, લાલાશનો સામનો કરવો પડી શકે છે. જો તમને ડ્રાય આઈઝની સમસ્યા છે તો તમારે ગરમ પાણીથી નહાવાનું ટાળવું જોઈએ. તેનાથી આંખો વધુ સુકાશે. ઠંડા પાણીની છાલકો મારવાથી આ ડ્રાયનેસની સમસ્યા દૂર થશે.

ફર્ટિલિટી પર નેગેટિવ પ્રભાવ

કદાચ તમને આ વાત અલગ લાગશે પણ એ સાચું છે કે હોટ વોટર શાવર લેવાથી ફર્ટિલિટી પ્રભાવિત થઈ શકે છે. જો તમે કંસીવ કરવા ઈચ્છો છો તો તમે નહાતી સમયે ગરમ પાણી લેવાનું ટાળો, રોજ ગરમ પાણીથી નહાવાથી પુરુષોની ફર્ટિલિટી અને સ્પર્મ કાઉન્ટને પ્રભાવિત કરી શકાય છે.

વાળ અને સ્કીનને માટે નુકસાનદાયી

ગરમ પાણી વાળ માટે ખતરનાક સાબિત થઈ શકે છે કેમકે ગરમ પાણી વાળના કેરોટિન સેલ્સને નબળા કરીને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. તેનાથી વાળ પાતળા અને નબળા બને છે. આ સાથે તે ખરવા પણ લાગે છે. વાળને માટે હૂંફાળું પાણી વાપરવું લાભદાયી રહેશે. ગરમ પાણીથી મોઢું ધોવું પણ યોગ્ય નથી કેમકે આ સ્કીનની પ્રોટેક્ટિંગ લેયરને પ્રભાવિત કરીને સ્કીનને ડ્રાય કરે છે અને પિંપલ્સનું કારણ બની શકે છે.

સ્કીન સંબંધી સમસ્યાઓ વધી શકે છે

હોટ શાવર લેવાથી સ્કીન ડ્રાય બને છે. તેના કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ગરમ પાણીથી નહાવાથી સ્કીનમાં ખંજવાળ, રેડનેસ અને ડ્રાયનેસની સાથે ઈરિટેશન પણ થાય છે. વધુ ગરમ પાણી નુકસાન કરી શકે છે. તમે નહાવા માટે હૂંફાળું ગરમ પાણી યૂઝ કરો તે તમારા માટે લાભદાયી રહેશે.

  • Follow us on: