• ચણાના લોટ સાથે દહીંનું મિશ્રણ લાવશે નિખાર
  • ગ્રીન ટી અને બેસનનું કોમ્બિનેશન સ્કીનને કરશે રીપેર
  • ગુલાબજળ અને ચણાનો લોટ સ્કીનને આપશે ઠંડક

શિયાળાની સીઝનમાં સ્કીનની સમસ્યા સામાન્ય છે. ચહેરા પર ડ્રાયનેસના કારણે સ્કીન રફ થઈ જાય છે અને ડાઘ ધબ્બા પણ દેખાવવા લાગે છે. તેના કારણે ચહેરા પરથી ગ્લો ગાયબ થઈ જાય છે. જો તમે ચણાના લોટની મદદથી સ્કીનને ખાસ રીતે ટ્રીટ કરો છો તો તમે અનેક સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. ચણાનો લોટ સ્કીનના ડાઘને દૂર કરવા, એક્ને દૂર કરવાની સાથે સ્કીન પર નિખાર લાવવાનું કામ કરે છે. તેનાથી સ્કીનના કલરમાં પણ ફરક જોવા મળે છે. જો તમે બેસનના પ્રભાવને વધારવા ઈચ્છો છો તો તમે તેની સાથે 3 ચીજોને મિક્સ કરીને સરળતાથી યૂઝ કરી શકો છો.

દહીં

જો તમે ચણાના લોટમાં દહીં મિક્સ કરીને લગાવશો તો તેમાં રહેલા એન્જાઈમ્સ સ્કીનને ક્લીન અને મોઈશ્ચરાઈઝ કરવાનું કામ ઝડપથી કરે છે. બેસન અને દહીંનું મિશ્રણ કરીને યૂઝ કરવાથી તમે ડેડ સેલ્સને પણ સરળતાથી રિમૂવ કરી શકો છો. તેને બનાવવા માટે તમે એક વાટકીમાં 2-3 ચમચી દહીં મિક્સ કરો અને તેટલું જ બેસન પણ લો, હવે તેની પેસ્ટ બનાવો અને સ્વચ્છ ચહેરા પર 15-20 મિનિટ માટે લગાવીને રાખો. હવે ચહેરાને પાણીથી ધોઈ લો.

ગુલાબજળ

એક વાટકીમાં 2 ચમચી ચણાનો લોટ લો અને તેમાં જરૂરિયાતના અનુસાર ગુલાબજળ મિક્સ કરો. તેની પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો અને 20 મિનિટ બાદ ચહેરાને પાણીથી ધોઈ લો. આ સ્કીનને હાઈડ્રેટ કરશે અને સ્કીનને ઠંડક મળશે. આ સિવાય ડેડ સ્કીન સેલ્સ રિમૂવ થશે અને ચહેરો ગ્લોઈંગ બનશે.

ગ્રીન ટી

બેસન અને ગ્રીન ટીનું કોમ્બિનેશન ડેમેજ સ્કીનને રિપેર કરવા અને ઓક્સીડેટિવ ટેન્શનને ખતમ કરવાનું કામ કરે છે. આ માટે તમે ગ્રીન ટીને ગરમ પાણીમાં ઉમેરો અને 2 ચમચી બેસનમાં ગ્રીન ટી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે તેને ચહેરા પર લગાવો અને 15-20 મિનિટ બાદ ચહેરાને ધોઈ લો.  

  • Follow us on: