• નારિયેળ તેલ અને ફટકડી કરશે કમાલ
  • વાળ કાળા કરવાનો છે બેસ્ટ નુસખો
  • આ સિવાય ડેન્ડ્રફ અને જૂથી પણ આપશે છૂટકારો

આજકાલ ઉંમર પહેલા જ લોકોના વાળ સફેદ થવા લાગે છે. આ નબળાઈ, ખાન-પાન અને પ્રદૂષણના કારણે થાય છે. સફેદ વાળના કારણે લોકોની ઉંમર વધારે દેખાવવા લાગે છે. વાળની મુશ્કેલીઓને દૂર કરવા માટે ફટકડીનો ઉપયોગ લાંબા સમયથી થાય છે. તમે તેને નારિયેળ તેલની સાથે યૂઝ કરી શકો છો. ફટકડી અને નારિયેળ તેલના ન્યૂટ્રિએન્ટ્સ વાળને નેચરલી કાળા કરે છે. તો જાણો કઈ રીતે તમે ઘરે જ તેલ બનાવશો જે વાળને કાળા કરે.

આ રીતે કરો વાળને કાળા

વાળને કાળા કરવા માટે પહેલા નારિયેળ તેલને ગરમ કરો. હવે ફટકડીને પીસીને તેને તેલમાં મિક્સ કરો. આ તેલને ઠંડું થવા દો. હવે તેનાથી વાળમાં માલિશ કરો. આ તેલ વાળને નેચરલી કાળા કરશે. ફટકડી અને નારિયેળ તેલ બંને મળીને કોલોજનને વધારવાનું કામ કરે છે. આ રીતે કાળા કરેલા વાળ લાંબા સમય સુધી સફેદ થતા નથી. આ સિવાય પણ તે અન્ય અનેક ફાયદા આપે છે.

જૂથી પણ મળશે છૂટકારો

ફટકડી અને નારિયેળ તેલ મિક્સ કરીને લગાવવાથી જૂની સમસ્યાથી પણ છૂટકારો મળી શકે છે. તેમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ જૂ પડવાથી રોકે છે અને તેને મારવાનું કામ પણ કરે છે.

ડેન્ડ્રફને કરશે દૂર

ફટકડી અને નારિયેળ તેલને મિક્સ કરીને લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થઈ જાય છે. આ બંનેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ રહેલા હોય છે. જે ડેન્ડ્રફની મુશ્કેલીઓને દૂર કરે છે. ઠંડીના દિવસોમાં વાળમાં નારિયેળ તેલ અને ફટકડીનો ઉપયોગ ડેન્ડ્ર્ફની સમસ્યાથી પણ રાહત આપે છે.

વાળનું ખરવું કરશે બંધ

ફટક઼ડી અને નારિયેળનું તેલ મિક્સ કરીને લગાવવાથી વાળ ખરવાનું બંધ થઈ જાય છે. ફટકડી અને નારિયેળનું તેલ વાળને મજબૂત બનાવે છે અને નવા વાળને ઉગાડવામાં મદદ કરે છે. આ તેલ લગાવવાથી તમારા વાળ ઘેરા બનવાની સાથે મજબૂત બને છે.  

  • Follow us on: