• હળદરનો માસ્ક આપશે નિખાર
  • હળદરનું ક્લીન્ઝર બનશે સરળ રીતે
  • હળદરનો ફેસ સ્ક્રબ લાવશે નેચરલ ગ્લો

ભારતીય રસોઈમાં હળદરનો ઉપયોગ સામાન્ય રીતે ખાવાનું બનાવવા માટે કરાય છે. તે ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. તે ફક્ત હેલ્થને માટે ફાયદો કરે છે પણ સાથે જ સ્કીનને માટે પણ લાભદાયી માનવામાં આવે છે. આ ચહેરા પર નેચરલ ગ્લો લાવવાનું કામ કરે છે. તે ખીલથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે.તમે તેને સ્કીનકેર રૂટિનમાં સામેલ કરી શકો છો. તો જાણો તમારી સ્કીન માટે કઈ રીતે હળદર ફાયદો કરી શકે છે.

હળદરનો માસ્ક

એક બાઉલમાં 1 મોટો ચમચો ચંદન પાવડર લો અને તેમાં 1 મોટી ચમચી હળદર મિક્સ કરો. તેમાં 1 ચમચી મધ મિક્સ કરો. આ ચીજોને એક સાથે મિક્સ કરો. પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. તેને 5-10 મિનિટ માટે લગાવીને રહેવા દો. આ પછી ચહેરાને સાદા પાણીથી ધોઈ લો.

હળદર ક્લીંઝર

હળદરનું ક્લીંઝર બનાવવા માટે તમે 4 ચમચી દૂધ, 1 મોટી ચમચી બેસન અને 1 મોટી ચમચી હળદર પાવડર લો. આ બધું સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો. 15 મિનિટ સુધી તેને રહેવા દો. આ પછી ચહેરાને પાણીથી સારી રીતે ધોઈ લો.

હળદરનું તેલ

એક બાઉલમાં હળદર એસેન્શિયલ ઓઈલ લો. તેમાં થોડું ઓલિવ ઓઈલ મિક્સ કરો. રાતે સૂતા પહેલા આ તેલથી સ્કીનની માલિશ કરો. તેને રાતભર ચહેરા પર રહેવા દો. આ પછી સવારે ઉઠીને ચહેરો ધોઈ લો.

હળદરનો ફેસ સ્ક્રબ

તમે હળદરને ફેસ સ્ક્રબના રૂપમાં પણ યૂઝ કરી શકો છો. આ માટે 1 બાઉલમાં 1 નાની ચમચી હળદર અને બેકિંગ સોડા લો. તેમાં 2 ચમચી દૂધ અને દહીં મિક્સ કરો. આ ચીજોને સારી રીતે મિક્સ કરો. મિશ્રણને થોડીવાર પછી સ્કીનને મસાજ કરો. આ પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો, તે સ્કીનની ગંદગી દૂર કરવામાં મદદ કરશે. તે તમારી સ્કીનને મોઈશ્ચરાઈઝ કરશે. આ રીતે તમે સ્કીનને હેલ્ધી બનાવી રાખવા માટે સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો અને સમસ્યાઓથી બચી શકો છો.  

  • Follow us on: