• વિનેગર અને લીંબુ કરશે તમારી મદદ
  • મેથીના દાણા, આમળાનો પાવડર અને દહીં કરશે કમાલ
  • લીમડાના પાન ફંગલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી બચાવશે

ડેન્ડ્રફની સમસ્યા શિયાળામાં વધી જ જાય છે. અનેક વાર રેગ્યુલર શેમ્પૂ કરવાથી પણ તમે તેનાથી છૂટકારો મેળવી શકતા નથી, કેટલાક લોકોના માથામાં તો તેનું લેયર જામી જાય છે. જો તમે પણ ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો તો તમે તમામ મોંઘા શેમ્પૂ ટ્રાય કરશો તો પણ તમને પરિણામ મળશે નહીં. તમે કેટલાક ઘરેલૂ ઉપાયોથી રાહત મેળવી શકો છો. તે ઉપાયો તમને પરફેક્ટ રીઝલ્ટ આપશે અને નેચરલ હોવાથી વાળને નુકસાન પણ થશે નહીં.

વિનેગર અને લીંબુ

વિનેગર અને લીંબુમાં રહેલા એસિડ ફંગસ રોકવામાં મદદ કરે છે અને સાથે ખંજવાળથી રાહત આપે છે. તમે 1/2 કપ વિનેગરને 2 કપ પાણીમાં મિક્સ કરો અને શેમ્પૂ કર્યા બાદ તેનાથી વાળ ધોઈ લો. બીજી રીત છે લીંબુનો રસ, તેમાં નારિયેળ તેલ મિક્સ કરો અને સ્કેલ્પ પર લગાવો. 5 મિનિટ માટે તેને રહેવા દો અને પછી વાળને શેમ્પૂ કરો.

મેથી

મેથીના દાણા, આમળાના પાવડર અને દહીં આ 3 વસ્તુને મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને સ્કેલ્પ પર લગાવીને 10 મિનિટ રહેવા દો અને પછી ધોઈ લો. મેથીમાં એન્ટી ફંગલ ગુણ હોય છે. તે ડેન્ડ્રફને દૂર કરે છે.

લીમડો

ડેન્ડ્રફની સામે લડવામાં લીમડો કારગર છે. તે એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે. મૂઠ્ઠીભર લીમડાના પાનને 4 કપ પાણીમાં અડધું થાય ત્યાં સુધી ઉકાળો અને ઠંડું થયા બાદ મિશ્રણને જ્યાં ખંજવાળ થાય છે ત્યાં લગાવો. તમે નારિયેળના તેલમાં લીમડાના પાનને થોડી વાર ઉકાળો અને પછી આ તેલને સ્કેલ્પ પર લગાવી શકાય છે.

સ્કેલ્પમાં તેલ લગાવતા રહો

નારિયેળના તેલથી માથાની માલિશ કરો. તેમાં અનેક પ્રકારના એન્ટી ફંગલ અને મોઈશ્ચરાઈઝિંગ ગુણ હોય છે. જે તમારા ડેન્ડ્રફને દૂર કરવામાં રાહત આપે છે. ઓલિવ ઓઈલથી ડેન્ડ્રફથી છૂટકારો મેળવવા માટે આ સારો ઓપ્શન છે. તેલને ગરમ કરીને પણ તમે સ્કેલ્પમાં મસાજ કરો. ઓછામાં ઓછા 1 કલાક સુધી તેને લગાવીને રાખો. પછી વાળ ધોઈ લો. ધીરે ધીરે ડેન્ડ્રફ ઘટશે. 

  • Follow us on: