• કેટલીક દવા દૂધ સાથે લેવાથી થશે નુકસાન
  • કેટલીક દવાની અસર દૂધથી ઓછી થશે
  • દવા લેવાની યોગ્ય રીત જાણી લેવી જરૂરી

શરીરની સાથે જોડાયેલી કોઈને કોઈ બીમારીના કારણે દરેક વ્યક્તિ દવાનું સેવન કરે છે. બીમારી નાની હોય કે મોટી, દવા વિના ક્યોર થઈ શકતી નથી. અનેકવાર એવું બને છે કે આપણે ફ્રીઝના પાણી સાથે કે પછી ચા કે દૂધ સાથે દવા લઈએ છીએ. પણ શું તમે એ વિચાર્યું છે કે આ આદત તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે. દવા લેવાની યોગ્ય રીત જાણી લેવી જરૂરી છે. ભલે દૂધમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય પણ સાથે જરૂરી નથી કે દવા લેવા માટે તે યોગ્ય છે.

દૂધ કે પાણી કોની સાથે દવા લેવી

જો તમે જાણતા નથી કે એન્ટીબાયોટિક્સ શેની સાથે લેવી યોગ્ય છે તો આજે તમે જાણી લો કે દવા દૂધ સાથે લેવું ક્યારેક સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક સાબિત થઈ શકે છે. સૌથી પહેલા તો દવા હંમેશા સાદા પાણી સાથે લેવી યોગ્ય છે. ગરમ દૂધની સાથે કે પછી ચા સાથે દવા લેવી નહીં. પરંતુ એવું નથી કે તમામ દવાઓને પાણી સાથે લેવી જરૂરી છે. કેટલીક દવાઓને તમે દૂધ સાથે લઈ શકો છો.

દવા હંમેશા સાદા પાણી સાથે લેવી યોગ્ય

ડોક્ટર્સનું માનવું છે કે દૂધની સાથે દવા લેવા માટે એટલા માટે ના પાડવામાં આવે છે કેમકે કેટલીક દવાઓની અસર દૂધના કારણે ઘટી શકે છે. હૂંફાળા પાણીની સાથે દવા સરળતાથી લઈ શકાય છે. પાણીની સાથે દવા લેવાથી કોઈ ડર રહેતો નથી. તે સારી રીતે ગળી શકાય છે. આ કારણે દવા હંમેશા આ રીતે લેવું યોગ્ય રહેશે.


  • Follow us on: