- મધનો ઉપયોગ સ્કીનની સોફ્ટનેસ કાયમ રાખશે
- ડ્રાય સ્કીન સેલ્સથી છૂટકારો મેળવવા દહીંનો ફેસ માસ્ક લગાવો
- અલોવેરા જેલ સ્કીન માટે બેસ્ટ મોઈશ્ચરાઈઝિંગ બનશે
શિયાળાની સીઝનમાં સ્કીનના ડેડ સેલ્સમાં વધારો થવા લાગે છે અને તેના કારણે ઠંડીમાં લોકોની સ્કીન સૂકાઈ જાય છે અને ડલ જોવા મળે છે. ડ્રાયનેસના કારણે સ્કીન ફાટવા લાગે છે. એવામાં કેટલીક ચીજનો ઉપયોગ સ્કીનને માટે નેચરલ મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે. તેના કારણે તમે સ્કીનને સોફ્ટ અને ગ્લોઈંગ રાખી શકો છો. તમે આ વસ્તુઓને તમારી સુવિધા અનુસાર ટ્રાય કરો અને મેળવો પરફેક્ટ રીઝલ્ટ.
મધનો કરો ઉપયોગ
સ્કીન કેરમાં મધનો ઉપયોગ સ્કીનની સોફ્ટનેસ કાયમ રાખવામાં તમારી મદદ કરશે. એવામાં તમે 1 ચમચી મધને ફેસ પર લગાવીને 2-3 મિનિટ રહેવા દો અને મસાજ કરો. પછી 10 મિનિટ બાદ તમે ચહેરાને સાદા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 2-3 વાર આવું કરવાથી સ્કીન મુલાયમ રહેશે અને ગ્લો કરશે.
જૈતૂનનું તેલ લગાવો
એન્ટી ઓક્સીડન્ટ તત્વોથી ભરપૂર જૈતૂનનું તેલ સ્કીનના મોઈશ્ચરને મેન્ટેન કરવાની સાથે કરચલીઓ અને ફાઈન લાઈન્સ પર પણ અસર દેખાડે છે. એવામાં રોજ રાતે સૂતા પહેલા ફેસ પર ઓલિવ ઓઈલ લગાવીને માલિશ કરો. તેનાથી સ્કીન નેચરલી શાઈન થશે.
દહીંનું ફેસ માસ્ક ટ્રાય કરો
શિયાળામાં ડ્રાય સ્કીન સેલ્સથી છૂટકારો મેળવવા માટે દહીંનો ફેસ માસ્ક લગાવવો એ બેસ્ટ ઓપ્શન છે. એવામાં 1 ચમચી દહીં લઈને ફેસ પર લગાવો. 15-20 મિનિટ બાદ સાફ પાણીથી ચહેરાને ધોઈ લો. આ પછી તેની પર કોલ્ડ ક્રીમ લગાવો. તેનાથી સ્કીન એક્સફોલિએશનમાં મદદ મળશે.
બદામનું તેલ લગાવો
આ તેલને વિટામીન ઈનો બેસ્ટ સોર્સ માનવામાં આવે છે. એવામાં શિયાળામાં ફેશ વોશ કરતા કે નહાતા પહેલા તમે બદામનું તેલ એપ્લાય કરી શકો છો. તેનાથી તમારી સ્કીન સોફ્ટ અને શાઈની બનશે.
અલોવેરા જેલની મદદ લો
ઔષધિય ગુણથી ભરપૂર અલોવેરા જેલને સ્કીનના બેસ્ટ મોઈશ્ચરાઈઝિંગ એજન્ટ માનવામાં આવે છે. એવામાં 10-15 મિનિટ સુધી સ્કીન પર અલોવેરા જેલ લગાવવાથી સ્કીન ડ્રાય થશે નહીં અને સ્કીન નેચરલી ગ્લો કરશે.