• સવારે ખાલી પેટે પીઓ મેથી દાણાનું પાણી
  • મેથી દાણાનું પાણી બોટલમાં ભરીને વાળમાં લગાવો
  • 30 મિનિટ સુધી માથામાં મેથીનું પાણી કે પેસ્ટ લગાવવાથી થશે લાભ

મેથી દાણાને આયુર્વેદમાં પણ ખાસ માનવામાં આવે છે. આ નાના અને પીળા રંગના દાણા ખૂબ જ કારગર રહે છે. તે અનેક રોગથી રાહત અપાવી શકે છે. પણ સાથે તેના ફાયદા જાણી લેશો તો તમે તેને રોજ ઉપયોગમાં લેશો. તમે જાણો છો તેમ મેથીના ઉપયોગથી તમે હેરફોલની સમસ્યામાં રાહત મેળવશો, વાળમાં ચમક આવશે અને સાથે વાળનો ગ્રોથ પણ વધશે. તો જાણો મેથી દાણાનો કઈ રીતે કરી શકશો ઉપયોગ.

કેવી રીતે વાળને ફાયદો કરાવશે મેથીના દાણા

મળતી માહિતિ અનુસાર મેથી દાણા આયર્ન અને પ્રોટીન હોય છે. બંને વાળ માટે જરૂરી છે. આ કારણ છે કે મેથી દાણા હેરફોલ, ડેન્ડ્રફ અને બેજાન વાળથી છૂટકારો અપાવી શકે છે. તો જાણો વાળને કેવી રીતે ફાયદો થશે.

મેથી દાણાનું પાણી પીઓ અને લગાવો પણ

સવારે ખાલી પેટે પીઓ પાણી

એક મૂઠ્ઠી મેથીના દાણાને રાતભર પાણીમાં પલાળીને રાખો. આ પછી સવારે તે પાણીને ગાળી લો અને ખાલી પેટે પાણી પી લો.

પાણીને વાળમાં લગાવો

મેથી દાણાના પાણીને ગાળી લો અને એક સ્પ્રે બોટલમાં ભરો, સવારે આ પાણીને વાળ પર સ્પ્રેની જેમ લગાવી લો. સાંજે વાળ ધોઈ લો.

ભોજનમાં કેવી રીતે કરશો સામેલ

મેથીના દાણા ખાવામાં અલગ અલગ રીતે સામેલ કરવાથી તમને પોષક તત્વોનો લાભ મળી શકે છે. તમે તેને સલાડમાં કે સૉસમાં સામેલ કરી શકો છો. તમે દાળ કે શાકમાં મેથી દાણાને સીઝનિંગના રૂપમાં ઉપયોગમાં લો. તમે સીડ્સને થોડા શેકી લો અને શીશીમાં ભરીને યૂઝ કરો.

વાળ પર કેવી રીતે લગાવો

એક મૂઠ્ઠી મેથીના દાણા લો અને તેને એક કપ પાણીમાં રાતભર પલાળીને રાખો. સવારે ગેસ પર આ દાણા અને પાણીને ઉકાળી લો. જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેની પેસ્ટ બનાવો. મેથીના દાણાના બચેલા પાણીમાં 3-4 જાસૂદના ફૂલ અને પાન મિક્સ કરો. પેસ્ટ અને પાણીને મિક્સ કરીને સ્કલ્પમાં લગાવો અને 30 મિનિટ રહેવા દો. થોડા ગરમ પાણી અને માઈલ્ડ શેમ્પૂથી વાળને ધોઈ લો. આ હેયર માસ્કને અઠવાડિયામાં 2 વાર લગાવો.

લાંબા અને ચમકદાર વાળ માટે

2 ટીસ્પૂન મેથી દાણાને રાતભર પાણીમાં પલાળીને રાખો. સવારે તેની પેસ્ટ બનાવી લો. બંનેને સારું ટેક્ચર મળે પછી તેમાં મેથી દાણાના પાણીનો ઉપયોગ કરો. તૈયાર પેસ્ટમાં એક ટેબલસ્પૂન કોકોનટ મિલ્ક મિક્સ કરો. આ મિક્સને લગાવીને સ્કેલ્પમાં મસાજ કરો અને 30 મિનિટ લગાવીને રહેવા દો. આ પછી હેરવોશ કરો. હેર માસ્કનો અઠવાડિયામાં 2 વાર યૂઝ કરો. વાળ સારા બનશે.  

  • Follow us on: