• લીબું અને ગરમ પાણીને કહો અલવિદા
  • મેથીના પાણીનું સેવન કરશે તમારી મદદ
  • જીરાનું પાણી પણ રહેશે હેલ્થ માટે લાભદાયી

વેટ લોસ કરવા માટે મોટાભાગે લોકો સવારે ઊઠીને ખાલી પેટે લીંબુનું પાણી પીવાનું પસંદ કરે છે. શિયાળાની આ સીઝનમાં શરદી, ખાંસી અને ફ્લૂની તકલીફોથી બચવું અને સાથે શક્ય હોય તો લીંબુ પાણીને અવોઈડ કરવું. એવામાં તમારા મનમાં પ્રશ્નો થશે કે શિયાળામાં લીંબુ પાણીને બદલે શું પીવાથી તમને ફાયદો થઈ શકે છે. તો જાણકારો કહે છે કે તેનાથી વેટ લોસમાં મદદ મળે છે પરંતુ આજે અન્ય 3 ડ્રિંક્સની વાત થઈ રહી છે જેનું સેવન લાભદાયી રહેશે.

અજમાનું પાણી

શિયાળામાં કોઈ પણ કારણે લીંબુનું પાણી પીવાનું ટાળો છો તો તમારે તેના બદલે અજમાનું પાણી ઉપયોગમાં લેવું. તેને બનાવવા માટે તમે 1 ચમચી અજમાને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો અને ચાની જેમ તેનું સેવન કરો. આ પાણી વેટ લોસ કરવામાં મદદ કરે છે તો સાથે જ તેનાથી જલ્દી ફાયદો મળે છે. સાથે તેનું પાણી પીવાથી તમારું ડાયજેશન સારું રહે છે. એટલું નહીં તે પેટદર્દ, ભૂખ અને સ્વાદમાં પણ સુધારો લાવવામાં મદદ કરે છે.

જીરાનું પાણી

જો તમે ઈચ્છો તો લીબુંનું પાણી પીવાના બદલે જીરાનું પાણી પી શકો છો. આ પાણી બનાવવા માટે તમે એક ચમચી જીરાને એક ગ્લાસ પાણીમાં નાંખો અને ઉકાળો, પછી તે હૂંફાળું ગરમ રહે તો તેનું સેવન કરો. આ પાણી વજન ઓછું કરવામાં તમારી મદદ કરશે. સાથે તે કબજિયાતથી રાહત આપવા, ડાયજેશન સારું બનાવવા અને સારી ઊંઘ માટે પણ તમારી મદદ કરશે.

મેથીનું પાણી

મેથીના પાણીનો સ્વાદ તમને લીંબુ પાણીની યાદ નહીં અપાવે. તે વજન ઓછું કરવામાં મદદ કરવાની સાથે તમને શિયાળામાં રાહત આપશે. સાથે આ પાણી પાચનને સારું બનાવવા અને કબજિયાતથી રાહત આપવામાં પણ મદદ કરશે. તેને બનાવવા માટે રાતે 1 ચમચી મેથીને 1 ગ્લાસ પાણીમાં પલાળીને રાખો. સવારે તેને ગાળીને તેનું સેવન કરો.  

  • Follow us on: