- આંખ અને પેટ સંબંધી બીમારીઓ વધી શકે
- કેમિકલ્સથી બોડી પર ટોક્સિસ ઈમ્પેક્ટ જોવા મળી શકે
- સ્કીન એલર્જીની સમસ્યા વધે અને પ્રેગનન્સીમાં વધારે મુશ્કેલી
બજારમાં અનેક પ્રકારની બ્યૂટી પ્રોડક્ટ્સ મળી રહી છે, જેને મહિલાઓ પોતાનો લૂક વધારવા માટે ઉપયોગમાં લે છે. બ્યૂટી પ્રોડક્ટ્સમાં સૌથી પહેલા નામ લિપસ્ટિકનું આવે છે. જેના વિના મેકઅપ અધૂરો રહે છે. ઓફિસ જવાનું હોય કે કોઈ પાર્ટીમાં મહિલાઓ લિપસ્ટિકનો ઉપયોગ કરતી રહે છે. પણ શું તમે જાણો છો કે જે લિપસ્ટિકનો ઉપયોગ તમે રોજ કરો છો તે તમારા લિપ્સ પર કલર નહીં પણ કેમિકલનું લેયર બનાવી રહી છે. આ વાત તમને થોડી અચરજ પમાડે પણ એ સત્ય છે કે અનેક સારી લિપસ્ટિકમાં પણ કેમિકલનો પ્રયોગ કરવામાં આવે છે. તેનાથી શરીરને અનેક પ્રકારના નુકસાન થાય છે. રોજ લિપસ્ટિકના પ્રયોગના કારણે અનેક ગંભીર પરિણામો આવી શકે છે.
આંખોમાં બળતરા
સામાન્ય રીતે આંખમાં બળતરા કાજલ કે મસ્કરા લગાવવાથી થાય છે પણ અનેક મહિલાઓ લિપસ્ટિકને આઈશેડોની જેમ પણ ઉપયોગમાં લે છે. એવામાં કેમિકલ યુક્ત લિપસ્ટિક આંખમાં બળતરાનું કારણ બની શકે છે. તેની અસર વિઝન પર પડી શકે છે.
પેટ સંબંધી મુશ્કેલીઓ
એક રિસર્ચના અનુસાર લિપસ્ટિક બનાવનારા કેમિકલમાં લેડ સામેલ છે. જે મોઢાની મદદથી પેટ સુધી પહોંચી શકે છે. તેના કારણે પેટમાં દર્દ, કિડની અને લીવર સંબંધી સમસ્યા થઈ શકે છે.
ન્યૂરલ ડેમેજ
લિપસ્ટિકમાં રહેલા લેડ ન્યૂરલ ડેમેજ એટલે કે મગજ સંબંધી ક્ષતિનું કારણ બની શકે છે. આ કારણથી યાદશક્તિ નબળી થઈ શકે છે. મસ્તિષ્કમાં વધારે પ્રમાણમાં લેડ પહોંચવાથી નર્વ ટ્રાન્સમિશનમાં બાધા જન્માવી શકે છે અને તે શરીરમાં કેલ્શિયમ સપ્લાયને બાધિત કરી શકે છે. સાથે તેમાં રહેલા કેડમિયમ પણ સુરક્ષિત નથી. તે મસ્તિષ્કને નુકસાન કરી શકે છે.
કેમિકલથી બોડી પર ટોક્સિસ ઈમ્પેક્ટ
જ્યારે પણ તમે લિપસ્ટિક લગાવો છો તો તેમાં અનેક કેમિકલનો પ્રયોગ પણ કરાય છે.તેના કારણે શરીર પર ટોક્સિક પ્રભાવ વધી શકે છે. અનેક લિપસ્ટિકમાં કલર બનાવતા લેડનો ઉપયોગ કરાય છે. લિપસ્ટિકમાં રંગ માટે મેંગેનીઝ, લેડ અને કેડમિયમનો ઉપયોગ કરાય છે. તેના કારણે લિપ્સનો કલર કાળો થવો અને વારંવાર સૂકાવવાની સમસ્યા થાય છે.
સ્કીન એલર્જીની સમસ્યા
વિશેષજ્ઞોનું માનવું છે કે લિપસ્ટિકનો ઉપયોગ કરવાથી એલર્જી થવાની શક્યતા વધી શકે છે. તેમાં ઉપયોગમાં લેવાતા કૃત્રિમ ડાઈ જ્યારે મોઢાની અંદર પહોંચે છે તો તેનાથી એલર્જી અને સ્કીન પર ખંજવાળ, સોજા અને લાલ ચકતા જોવા મળી શકે છે. આ કારણ છે કે બ્યૂટી એક્સપર્ટ હર્બલ ઈન્ગ્રીડિયન્ટથી બનેલી લિપસ્ટિકનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.
પ્રેગનન્સીમાં વધારે છે મુશ્કેલી
લિપસ્ટિકમાં રહેલું લેડ ગર્ભવતી મહિલા અને તેના ભ્રૂણને નુકસાન કરી શકે છે. તેના કારણે અર્બોશનની સમસ્યા પણ થઈ શકે છે. લિપસ્ટિક હોઠની મદદથી પેટ સુધી પહોંચી શકે છે. તેનાથી લોહીમાં લેડનું લેવલ વધી શકે છે. પ્રેગનન્સીમાં લેડ એટલે કે સીસું સરળતાથી પ્લેસેંટાને પાર કરી શકે છે. તેનાથી બાળકમાં નવજાત લેડ ટોક્સિટી થવાનો ખતરો વધે છે.