- રાજસ્થાન, કર્ણાટક અને અમદાવાદમાં 1-1 કેસ
- ગુજરાતમાં નવા વેરિઅન્ટના કુલ 3 કેસ નોંધાયા
- વેરિઅન્ટનું સંક્રમણ 104 ગણી ઝડપથી થાય છે
ગુજરાતમાં નવા વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. રાજ્યમાં XBB.1.5 વેરિયન્ટના ત્રણ કેસ નોંધાયા છે. રાજસ્થાન અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાયો છે. XBB.1.5 વેરિયન્ટની વેક્સિન પર પણ અસર નહી થાય. XBB.1.5 વેરિયન્ટથી સંક્રમિત થવાની શક્યતાઓ વધુ છે. મળતી માહિતી અનુસાર આ વેરિઅન્ટનું સંક્રમણ 104 ગણી ઝડપથી થાય છે. તેનો સૌથી પહેલા અમેરિકામાં કેસ નોંધાયો હતો. અત્યાર સુધીનો સૌથી ઝડપી ફેલાતો XBB.1.5 વેરિયન્ટ છે. કોરોનાના બે વેરિયન્ટમાંથી XBB.1.5 વેરિયન્ટ બન્યો છે. ઈમ્યૂન સિસ્ટમ હોવા છતાં XBB.1.5 વેરિયન્ટ સંક્રમણ ફેલાવે છે. ઈમ્યૂન સિસ્ટમ ઓછી હોય તેવાએ ખાસ સાચવવાની જરૂર છે.
CDCની તરફથી જાહેર કરાયેલા આંકડા કહે છે કે સંયુક્ત રાજ્ય અમેરિકામાં હાલમાં કોરોનાના 40 ટકાથી વધારે કેસમાં XBB.1.5ના કેસ સામે આવ્યા હતા. અનેક પબ્લિક હેલ્થ એક્સપર્ટ્સ ચીનમાં વધતા કોરોના કેસને લઈને ચિંતામાં છે. પણ અનેક એક્સપર્ટ્સ ફક્ત સુપર વેરિઅન્ટ XBB.1.5ના બમણા થવાને લઈને ચિંતા કરી રહ્યા છે. ગુજરાતમાં આ વેરિઅન્ટની એન્ટ્રી આવતાની સાથે જ તંત્ર એલર્ટ બન્યું છે. આ સમયે જો તમે પણ આ વેરિઅન્ટનો શિકાર બન્યા છો તો ધ્યાન રાખો કેટલીક ખાસ વાતો.
શું છે વેરિઅન્ટના લક્ષણો
નવા વેરિઅન્ટના મુખ્ય લક્ષણોમાં નાક વહેવું, ગળામાં ખરાશ, તાવ, માથું દુઃખવું, છીંક આવવી, શરદી, ખાંસી અને કર્કશ અવાજ સામેલ છે.
ખતરનાક છે XBB.1.5 વેરિઅન્ટ
- અમેરિકાના 10 રાજ્યોમાંથી 7માં XBB.1.5ના સૌથી વધુ કેસ આવ્યા છે. આ ઓમિક્રોનનો XBB.1.5 વેરિઅન્ટ છે અને તે BQ1 વેરિઅન્ટથી 120 ટકા વધારે ઝડપથી ફેલાય છે.
- જાણીતા વાયરોલોજિસ્ટના આધારે XBB.1.5 વેરિઅન્ટ એક એડિશનલ મ્યૂટેશન છે જે બોડી સેલને સારી રીતે જોડે છે.
- XBB.1.5 વેરિઅન્ટ BQ1ની તુલનામાં 104 ટકા વધારે ફાસ્ટ છે પણ ડેટા મળ્યા બાદ તે 120 ટકા ખતરનાક સાબિત થયો છે.
- અન્ય એક રિસર્ચમાં સામે આવ્યું કે XBB.1.5 વેરિઅન્ટ ફક્ત એન્ટીબોડીને પ્રભાવિત કરે છે એવું નથી પણ તેને નબળું પણ બનાવે છે.
- તે સરળતાથી લોકોના શરીરમાં પ્રવેશ કરે છે. જૂના XBB કે BQ વેરિઅન્ટની તુલનામાં આ વધારે ઝડપથી ફેલાય છે.
- XBB.1.5 વેરિઅન્ટ સિંગાપુર સહિત એશિયાના અનેક ભાગમાં વધી રહ્યું છે. અઠવાડિયાના 4.2 ટકાની તુલનામાં આ અઠવાડિયામાં તે અમેરિકામાં 3.6 ટકા હતો.
- XBB.1.5ને સૌથી પહેલા JP Weilandએ થોડા અઠવાડિયા પહેલા અનુભવ્યું હતું. મળતી માહિતિ અનુસાર કોરોના વાયરસના ઓરિજિનલ વેરિઅન્ટની સાથે બીએ4 અને બીએ5ના સબ વેરિઅન્ટને ટારગેટ કરનારા કોવિડ બૂસ્ટર ડોઝ XBB થી સુરક્ષા આપશે.
- ભારતમાં XBB.1.5ની વાત કરીએ તો દેશના લોકોએ ડરવાની જરૂર નથી કેમકે પરિવારના સબ વેરિઅન્ટ XBBથી સંક્રમિત થઈને લોકો સાજા પણ થઈ ચૂક્યા છે.
- એક રિપોર્ટ અનુસાર XBB-સબ વેરિઅન્ટમાં થનારું મ્યુટેશન કોરોના વેક્સીનની અસરને ઓછી કરે છે, લોકોને સંક્રમિત કરવા સિવાય તે અન્ય ગંભીર બીમારીના ખતરાને વધારી શકે છે.