- લીંબુનો રસ, મધ, અલોવેરા જેલ કરશે તમારી મદદ
- આમળા, મેથખી અને લીમડો ગાયબ કરશે ડેન્ડ્રફ
- ઘરેલૂ નુસખાથી વાળનો ગ્રોથ અને લંબાઈ પણ વધશે
શિયાળાની સીઝનમાં ડેન્ડ્રફ એ સૌથી કોમન સમસ્યા છે. તમારે તેનાથી પરેશાન થવાની જરૂર નથી અને સાથે તેને માટે કોઈ ખાસ વસ્તુઓ ખરીદીને લાવવાની પણ જરૂર નથી,અહીં કેટલાક ઘરેલૂ ઉપાયો આપવામાં આવ્યા છે જે તમારા ડેન્ડ્રફને સરળતાથી દૂર કરશે. તો જાણો કઈ વસ્તુઓનો કેવી રીતે ઉપયોગ કરવાથી તમને સફળતા મળશે અને સાથે જ તમારું કામ પણ સરળતાથી થશે. જો તમે આ ઉપાયો અજમાવો છો તો તમારા વાળ પણ લાંબા અને મજબૂત રહેશે.
લીંબુનો રસ
ડેન્ડ્રફને દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ કરો. તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો તમે વાળના મૂળમાં લીંબુનો રસ ઘસો. તેનાથી ડેન્ડ્રફથી છૂટકારો મળવાની સાથે વાળ શાઈની બની શકે છે.
મધ
શેમ્પૂમાં મધ મિક્સ કરવાનું તમને અલગ લાગશે, શેમ્પૂમાં મધ મિક્સ કરીને સ્કેલ્પને ખંજવાળ અને ડેન્ડ્રફથી છૂટકારો અપાવી શકાય છે. મધમાં એન્ટી ઓક્સીડન્ટ, એન્ટી ઈન્ફ્લેમેટરી, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ મળે છે.
અલોવેરા જેલ
અલોવેરા જેલ વાળ માટે સારી માનવામાં આવે છે. તમે ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો તો તમે શેમ્પૂ અને અલોવેરાને મિક્સ કરો અને થોડી વાર માલિશ કરો. તેનાથી વાળના ડેન્ડ્રફને સાફ કરવામાં મદદ મળી શકે છે.
આમળા
આમળા વાળમાં આજથી નહીં પણ સદીઓથી યૂઝ કરાય છે. આમળામાં મળનારા ગુણ વાળને હેલ્ધી રાખવામાં મદદ કરી શકે છે. આમળા વિટામિન સી, એન્ટીઓક્સીડન્ટ્સ અને એન્ટીબેક્ટેરિયલ ગુણથી ભરપૂર હોય છે. જે ડેન્ડ્રફને સાફ કરી શકે છે.
વિનેગર અને લીંબુ
વિનેગર અને લીંબુમાં રહેલા એસિડ ફંગસ રોકવામાં મદદ કરે છે અને સાથે ખંજવાળથી રાહત આપે છે. તમે 1/2 કપ વિનેગરને 2 કપ પાણીમાં મિક્સ કરો અને શેમ્પૂ કર્યા બાદ તેનાથી વાળ ધોઈ લો. બીજી રીત છે લીંબુનો રસ, તેમાં નારિયેળ તેલ મિક્સ કરો અને સ્કેલ્પ પર લગાવો. 5 મિનિટ માટે તેને રહેવા દો અને પછી વાળને શેમ્પૂ કરો.
મેથી
મેથીના દાણા, આમળાના પાવડર અને દહીં આ 3 વસ્તુને મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને સ્કેલ્પ પર લગાવીને 10 મિનિટ રહેવા દો અને પછી ધોઈ લો. મેથીમાં એન્ટી ફંગલ ગુણ હોય છે. તે ડેન્ડ્રફને દૂર કરે છે.
લીમડો
ડેન્ડ્રફની સામે લડવામાં લીમડો કારગર છે. તે એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે. મૂઠ્ઠીભર લીમડાના પાનને 4 કપ પાણીમાં અડધું થાય ત્યાં સુધી ઉકાળો અને ઠંડું થયા બાદ મિશ્રણને જ્યાં ખંજવાળ થાય છે ત્યાં લગાવો. તમે નારિયેળના તેલમાં લીમડાના પાનને થોડી વાર ઉકાળો અને પછી આ તેલને સ્કેલ્પ પર લગાવી શકાય છે.