- મધ, ગ્રીન ટી બેગની મદદથી મળશે સુંદર અને કોમળ હોઠ
- કોકો પાઉડર અને શિયા બટર પણ કરશે તમારી મદદ
- ઘરેલુ નુસખાથી મળશે ગુલાબી હોઠ
શિયાળાની શુષ્ક ત્વચા સૌથી મોટી મુશ્કેલીઓમાંની એક છે હોઠ ફાટવા. શિયાળાના દિવસોમાં તમારા હોઠ ઝડપથી ડીહાઈડ્રેટ થઈને સૂકાવવા લાગે છે. તેનો ખ્યાલ રાખવા માટે અમે અનેક પ્રકારના હોમમેડ, હેન્ડ મેડ અને રેડિમેડ લિપ બામનોઉપયોગ કરીએ છીએ. તો શું આ પૂરતું છે. ના. કેટલાક ઘરેલૂ નુસખાની મદદથી તમે તમારા હોઠને સુંદર અને કોમળ બનાવી શકો છો. આ માટે તમારે વધારે ખર્ચ કરવાનો રહેશે નહીં. લિપ બામને બદલે તમે લિપ માસ્કને ટ્રાય કરી શકો છો.
મધ
મધ તત્કાળ પોષણ માટે સારી પ્રોડક્ટ માનવામાં આવે છે અને આ માટે સૌંદર્ય ઉત્પાદનોમાં તેનો ખાસ રીતે ઉપયોગ કરાય છે. ગ્લિસરીનમાં મધના ટીપાં મિક્સ કરીને હોઠ પર લગાવો. આ નેચરલ લિપ બામ તમારા હોઠને મુલાયમ બનાવશે.
ગ્રીન ટી બેગ
ગ્રીન ટીમાં એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે સૂકાપણાના કારણે થનારા ફાટેલા હોઠની બળતરાને ઘટાડે છે. એક ટી બેગને ગરમ પાણીમાં ડુબાડો અને પછી થોડી મિનિટો માટે હોઠ પર રાખો. તેનાથી તમારા હોઠ સૂકાશે તો પણ દર્દ નહીં થાય.
કોકો પાવડર
કોકોથી સ્કીન અને હોઠને મોઈશ્ચરાઈઝ કરવા સિવાય આ તેને પ્રદૂષણથી પણ બચાવે છે. 2 ચમચી જૈતૂનનું તેલ, 1 ચમચી નારિયેળ તેલ મિક્સ કરો. તેની પેસ્ટ બનાવો. તેમાં 1 ચમચી કોકો પાઉડર, જોજોબા ઓઈલ અને ટી ટ્રી ઓઈલના ટીપાં મિક્સ કરો. આ લિપ બામ નક્કી તમારા હોઠને પોષણ આપશે.
શીયા બટર
શીયા બટરમાં વધારે પૌષ્ટિક ગુણ હોય છે. તેના કારણે બ્યુટી પ્રોડક્ટ્સમાં તેનો વધારે ઉપયોગ કરાય છે. એક વાટકીમાં એક મોટી ચમચી એરંડીનું તેલ, શીયા બટર અને 2 મોટા ચમચા નારિયેળનું તેલ મિક્સ કરો. તેલમાં પીસેલું બટર મિક્સ કરો અને સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટને તમે ઓર્ગેનિક ટિંટેડ લિપ બામના રૂપમાં લગાવો. તે તમારા હોઠને એક પ્રાકૃતિક રંગ આપશે અને તેની દેખરેખ કરશે.
અવોકાડો
અવોકાડોના અનેક ફાયદા છે. તે ફેટી એસિડ અને એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર રહે છે. જે સ્કીનને માટે લાભદાયી રહે છે. અવોકાડોને મેશ કરો અને તેમાં ઘરનું બનેલું ઘી, નારિયેળનું તેલ કે પેટ્રોલિયમ જેલી મિક્સ કરો. તેની પેસ્ટને ફાટેલા હોઠ પર લગાવો અને પછી થોડા સમયમાં તમને ફેરફાર જોવા મળશે.