• લવિંગમાં બીટા કેરોટિન હોય છે જે સેલ્સને વધારે છે
  • વાળની ટ્રીટમેન્ટ અને સ્કેલ્પ ડિસઓર્ડરની સારવાર માટે લવિંગ ફાયદારૂપ
  • હીટ ડેમેજ, સ્ટ્રેસ અને બ્લીચિંગના કારણે વાળ ખરે છે

લવિંગનો ઉપયોગ સામાન્ય રીતે મસાલામાં કરાય છે પણ ઈન્ડોનેશિયામાં શિયાળામાં તેનો ઉપયોગ પેટ સંબંધી તકલીફોને દૂર કરવા માટે કરાય છે. લવિંગના એન્ટી બેક્ટેરિયલ, એન્ટીવાયરલ, એનેસ્થિટેક, એન્ટી પેરાસિટિક અને એન્ટીઓક્સીડન્ટ ગુણના કારણે અનેક ચીની દવાઓ અને આયુર્વેદ ટ્રીટમેન્ટને માટે ઉપયોગમાં લેવાય છે, પરંતુ લવિંગ વાળ માટે પણ ફાયદો કરે છે. તેા સેલ્સ વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. તો જાણો કેવી રીતે લવિંગ વાળ માટે ફાયદારૂપ સાબિત થશે.

વાળનો ગ્રોથ વધારશે

લવિંગમાં બીટા કેરોટિન હોય છે જે સેલ્સને વધારે છે. તેના સિવાય લવિંગમાં વિટામિન કે મળે છે. જે બ્લડ સર્ક્યુલેશનને પ્રમોટ કરે છે. ઉલ્લેખનીય છે કે લવિંગ અપ્રત્યક્ષ રીતે આપણને ફાયદો કરે છે પણ એમ પણ કહેવાય છે કે લવિંગ વૈજ્ઞાનિક રીતે વાળના વિકાસને પ્રભાવિત કરે છે. પરંતુ એક રિસર્ચના અનુસાર વાળની ટ્રીટમેન્ટ અને સ્કેલ્પ ડિસઓર્ડરની સારવાર માટે લવિંગનો ઉપયોગ કરી શકાય છે.

વાળમાં આવશે મજબૂતી

હીટ ડેમેજ, સ્ટ્રેસ અને બ્લીચિંગના કારણે વાળ ખરે છે અને તૂટે છે. લવિંગ વાળને તૂટવાથી બચાવે છે. તેમાં માઈક્રોન્યૂટ્રીએન્ટ્સ મેંગેનીઝ મળે છે. જે તમારા વાળને મજબૂતી આપે છે અને તેને કોઈ પણ રીતે ડેમેજ કરવાથી બચાવે છે. લવિંગમાં મળનારા એન્ટીઓક્સીડન્ટ્સ વાળને સફેદ થવાથી રોકે છે. લવિંગમાં એન્ટીઓક્સીડન્ટ્સ યૂજેનોલ હોય છે, જે વાળના રોમછિદ્રોના ઓક્સીકરણને રોકવામાં મદદ કરે છે.

Itching થી કરે છે સુરક્ષા

લવિંગને તેના એન્ટીઓક્સીડન્ટ્સ, એન્ટીવાયરલ અને ગુણના કારણે સ્કીન અને સ્કેલ્પની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. અનેક લોકો ડેન્ડ્રફની સારવાર કરવા માટે લવિંગનું તેલ યૂઝ કરે છે. તે ડેન્ડ્ર્ફ જન્માવનારા બેક્ટેરિયાની સારવાર કરી શકે છે. તેનાથી ખંજવાળને રોકવામાં પણ મદદ મળે છે. 

  • Follow us on: